Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા વન મહોત્સવ પ્રસંગે વૃક્ષારોપણ

જૂનાગઢઃ જૂનાગઢ રેંજના ડીઆઇજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વૃક્ષારોપણનું ખાસ મહત્વ સમજાવી, હાલના વિકાસના યુગમાં પ્રદૂષણમાં વધારો થયેલ છે ત્યારે વૃક્ષ વાવીને જ પ્રદુષણને અટકાવી શકાય છે તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ વૃક્ષની માવજત થાય અને ઉછેર થાય એ પણ જરૂરિયાત હોવાનું જણાવી, હાલના સમયમાં વધુમાં વધુ વૃક્ષ વાવવા હિમાયત કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ દરમિયાન વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ પોલીસ સ્ટાફ દ્વારા નિહાળવામા આવેલ હતું.પોલીસ હેડ કવાર્ટર ખાતે બનાવવામાં આવેલ બેરેકની સામેના ભાગે જૂનાગઢ રેંજના ડીઆઇજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, પ્રોબે. એએસપી કુ. વિશાખા ડબરાલ,ઙ્ગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એસીએફ જયંત પટેલ, આરએફઓ ભગીરથસિંહ ઝાલા, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આર.વી.ડામોર, પો.ઇન્સ. એચ.આઈ.ભાટી, એલ.એચ.ભુવા, સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું.સંચાલન હારુનભાઈ વિહળ દ્વારા કરવામાં આવેલ તેમજ સમગ્ર વ્યવસ્થા હેડ કવાર્ટર પીએસઆઇ જે.એમ.વાળા, પી.એચ.જોશી, દ્વારા કરવામાં આવેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત વન મહોત્સવ ૨૦૨૦ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

(12:55 pm IST)