Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ખંભાળિયાના ઓર્થોપેડિક નિષ્ણાંતની અનેરી સિધ્ધિઃ પગનું હાડકુ વધારીને યુવાનને ચાલતો કર્યો

રશિયન પધ્ધતિથી જટીલ ઓપરેશન મારફતે યુવાનની સર્જરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૯ : ભાણવડ તાલુકાના રહીશ ૩૦ વર્ષીય યુવાનનો અકસ્માત બે વર્ષ પુર્વે થયો હતો. બાદમાં તેને અમદાવાદની હોસ્પિટલમાં લઇ જઇ અને પગનું હાડકુ ફરજીયાતપણે ઠકપાવવુ પડયુ હતુ. આ પછી તે પગે ચાલી શકતો ન હતો અને અમદાવાદ સહિતના તબિબોએ તેને પોતાનો પગ ફરજીયાત પણે કપાવવો પડશે તેવી સલાહો આપી હતી.

આ યુવાનને થોડા સમય પુર્વે ખંભાળિયાના ઓર્થોપેડિક સર્જન ડો. નિસર્ગ રાણીંગાનો સંપર્ક કર્યો હતો. આ દર્દીની તમામ ફાઇલો તથા તબિબિ પરિક્ષણ બાદ આ યુવાનની પડકારરૂપ સર્જરીની તૈયારી દર્શાવી હતી અને થોડા સમય પુર્વે પ્રાથમીક ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.

આ પછી તાજેતરમાં ડો.રાણીંગા દ્વારા જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ રશિયન પધ્ધતિથી તેમની રાણીંગા ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે આ મેજર ઓપરેશન કરી અને દર્દીનું પગનું હાડકુ આશરે ૧૦ થી ૧ર સેન્ટીમીટર વધારવામાં સફળતા મળી હતી.

આમ મોટા શહેરોના નિષ્ણાંત તબીબી સારવાર ખંભાળિયાના ઓર્થોપેડિક સર્જન દ્વારા સફળતાપુર્વક કરવામાં આવતાં પગે ચાલતા થયેલા દર્દી તથા તેમના પરિવારજનોએ ડો.રાણીંગાને આભારની લાગણી વ્યકત કરી હતી.

(2:38 pm IST)