Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ધોરાજી તાલુકા પંચાયત કચેરી ખાતે આધારકાર્ડ માટે અરજદારોની ભીડ.

મામલતદાર કચેરી, પોસ્ટ ઓફીસ અને બેંકમાં આધારકાર્ડની કામગીરી સ્થગિત...

 ધોરાજી :ધોરાજી માં આધારકાર્ડ કાઢવા માટે મામલતદાર કચેરી,પોસ્ટ ઓફીસ, અને બેંક ઓફ બરોડા માં કામગીરી શરૂ હતી. ત્યારબાદ ધોરાજી તાલુકા પંચાયત કચેરી માં આઇસીડીએસ વિભાગમાં આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ તાલુકા પંચાયત કચેરી સિવાય અન્ય કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી સ્થગિત હોવાથી તમામ અરજદારોનો ભરાવો તાલુકા પંચાયત કચેરી ખાતે રહે છે.
તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડા એ જણાવેલકે રોજના 25 થી30 જેટલા આધારકાર્ડ નીકળે છે. જ્યારે અરાજદારોની સંખ્યા વધી રહી છે. આથી અન્ય કચેરીઓમાં આધારકાર્ડની સ્થગિત થયેલ કામગીરી ફરી શરૂ થાય તો અરજદારોને હાલાકી ઉઠાવવી ન પડે. જે બાબતે ઉચ્ચકક્ષા એ લેખિત રજુઆત કરી હતી.

(6:45 pm IST)