Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ધોરાજીના સ્ટેશન રોડ ઉપર ગેરેજ સંચાલક કે આર્થિક સંકડામણથી કંટાળી જઇ ગળાફાંસો ખાધો

ધોરાજી:ધોરાજીના સ્ટેશન રોડ અવંતિકા એપાર્ટમેન્ટની સામે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ની ઓફિસ ની બાજુમાં ઘનશ્યામ ઓટો ગેરેજના સંચાલક આર્થિક સંકડામણથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ લેતા પોલીસે તપાસ હાથ ધરી છે
મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા એ જણાવેલ કે મરણ જનાર મનીષભાઈ હીરાભાઈ યાદવ ઉંમર વર્ષ ૪૯ એ પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ પામ્યો હતો ઉપરોક્ત બનાવવાની રીત મરણ જનારના પત્ની સોનલબેન પાસેથી વિગત મેળવેલ છે અને લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ઉપરોક્ત બનાવવાને મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા એ તપાસ હાથ ધરી છે
ઉપરોક્ત ઘટના સ્થળે ધારાસભ્ય લલિત વસોયા તેમજ કડિયા સમાજ ના પ્રમુખ રાજુભાઇ યાદવ વિગેરે દોડી ગયા હતા

(8:42 pm IST)