Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ધોરાજી તોરણીયા ગામે વાડીમાં થાંભલાનો વીજ કરંટ લાગતા ખેત મજૂરી કરતા યુવકનું મોત

ધોરાજી,તા. ૯: તોરણીયા ગામે વાડીમાં આવેલા થાંભલાનો વીજ કરંટ લાગતા ખેત મજુરી કામ કરતા યુવકનુ મોત નિપજયુ હતુ.
આ બનાવ મામલે પોલીસે વાડી માલિક અને ભાગ્‍યું રાખનાર સામે બેદરકારી અને પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોધી ને વધુ તપાસ હાથ ધરી છે.
ધોરાજીના તોરણીયા ગામે રહેતા રાહુલભાઇ રમેશભાઇ વાઘેલા (ઉ.૨૦)તેના પિતા સાથે તોરણીયા ગામે હરસુખભાઇ ગોકમભાઇ ખીચડીયા પટેલની વાડીએ મગફળી ઉપાડવા મજુરી કામે ગયા હતા ત્‍યારે વાડીએ વીજ શોર્ટ લાગતા રાહુલ પડી ગયો હતો. તેથી ગંભીર હાલતમાં ધોરાજીની સરકારી હોસ્‍પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા. ત્‍યાં રાહુલનું મોત નિપજયું હતું આ બનાવ અંગે મુતક રાહુલ ના પિતા રમેશ બધાભાઈની ફરિયાદને આધારે પોલીસે વાડી માલીક હરસુખભાઇ ગોકમભાઇ અને ભાગ્‍યું રાખનાર જેન્‍તી કાળું દેલવાડીયા સામે આઈપીસી કલમ ૩૦૪,૨૦૧,૧૧૪ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ બનાવ મામલે મૃતક ખેત મજુરના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ફરીયાદીનો દીકરો રાહુલ વાડી માલિક હરસુખભાઇ ગોકમભાઇ અને ભાગ્‍યું રાખનાર જેન્‍તી કાળુની વાડીએ મગફળી ઉપાડવાની ખેતમજુરીએ ગયા ત્‍યારે રમેશભાઈ અને રાહુલે વાડીએ ભાગ્‍યું રાખનાર જેન્‍તી કાળું દેલવાડીયાનીને ખેતરમાં ઇલેક્‍ટ્રીક શોટ નથી ને ? એવુ પુછતા જેન્‍તીએ ઇલેક્‍ટ્રીક શોટ નહી હોવાનું જણાવ્‍યું હતું.રમેશભાઈ અને રાહુલે મગફળી ઉપાડતા હોય ખેતરમાં વચ્‍ચેના ભાગે ઇલેક્‍ટ્રીક પોલ નજીક પહોંચતા રાહુલે મગફળીની સાથે ઇલેક્‍ટ્રીક શોટવાળો વાયર અડી જતાં ઇલેક્‍ટ્રીક શોટના લાગવાના કારણે તેનું મોત થયું હોવા ની ફરીયાદ કરતાં પોલીસે ગુનો નોધી ને વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:18 am IST)