Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્‍ય કર્મચારી મહામંડળના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી : પ્રમુખપદે રાજુભાઇ વ્‍યાસ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્‍ય કર્મચારી મહામંડળની તાજેતરમાં મળેલી સામાન્‍ય સભામાં અગાઉના ટર્મની મુદ્દત પૂર્ણ થતી નવી ટર્મ માટે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
જેમાં મંડળના પ્રમુખપદે રાજુભાઈ વ્‍યાસ (ખંભાળીયા) ની સર્વાનુમતે વરણી કરાઈ હતી . આ સાથે ઉપપ્રમુખ પદે શ્રીમતી સરલાબેન રાવલીયા (ટુંપણી) , મહામંત્રી પદે ભીમાભાઈ કોડીયાતર (ભાણવડ) , સંગઠન મંત્રી તરીકે કશ્‍યપ ચંદારાણા (ટુંપણી દ્વારકા) , કન્‍વીનર પદે ડી.એમ.રાઠોડ (રાણ) , સલાહકાર પદે પી.ડી. કણઝારીયા (ખંભાળીયા) તથા ભાયાભાઈ રાવલીયા (ભાણવડ) તેમજ ખજાનચી પદે દેવશીભાઈ આંબલીયા (ખંભાળીયા) ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવા સંગઠનની રચનાને જિલ્લાના આરોગ્‍યકર્મીઓએ સહર્ષ વધાવી હતી . નવા વરાયેલા હોદ્દેદારોએ કર્મચારીના પ્રશ્નોનો શકયતઃ ઝડપી ઉકેલ લાવવા ખાતરી આપી હતી.

 

(11:20 am IST)