Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સાવરકુંડલા નાગરિક બેંકના ચેરમેન તરીકે પ્રવિણ સાવજ વા.ચેરમેન તરીકે હિરેન સૂચક અને એમ.ડી. તરીકે પરાગ ત્રિવેદીની સર્વાનુમતે વરણી

(ઇકબાલ ગોરી -દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૯ : સાવરકુંડલા નાગરિક બેંક ના ચેરમેન તરીકે પ્રવીણભાઈ સાવજ વાઇસ ચેરમેન તરીકે હિરેનભાઈ સૂચક અને એમ ડી તરીકે પરાગભાઈ ત્રિવેદીની સર્વાનુમતે વરણી કરવા માં આવેલ હતી.

સાવરકુંડલા નાગરિક બેંક ના ૧૧ ડિરેકટરો માટેની ચૂંટણી માં અગિયારે અગિયાર ડિરેકટરો બિન હરીફ થઈ ગયેલ હતા તે ડિરેકટરો માંથી નાગરિક બેકના નવા સુકાની ઓ ની વરણી માં ચેરમેન તરીકે પ્રવીણભાઈ સાવજ. વાઇસ ચેરમેન તરીકે હિરેનભાઈ સૂચક અને એમ ડી પદે પરાગભાઈ ત્રિવેદી સર્વાનુમતે નિયુકિત કરવામાં આવેલ હતી આ વરણીને શહેર વિવિધ રાજકીય આગેવાનો. શહેરના વેપારી ઓ પ્રતિષ્ઠિત વ્યકિતઓએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

નાગરિક બેંકના નવા નિયુકત વરાયેલા સુકાનીઓમાં પ્રવીણભાઈ સાવજ બીજીવાર ચેરમેન તરીકે વરણી પામ્યા છે અને વાઇસ ચેરમેન પ્રથમ વખત અને એકદમ નવા છે અને નાગરિક બેંકની સ્થાપનાથી માડી આજદી સુધીમાં સૌથી નાની ઉમરના છે અને હિરેનભાઈ સૂચક નાની ઉંમરે બેક ની સેવા કરવાની ખ્વાશ ઉત્પન્ન થઈ છે જયારે એમ ડી તરીકે પરાગભાઈ ત્રિવેદી અગાઉ બેંકના ચેરમેન તરીકે . વાઇસ ચેરમેન તરીકે બેંકમાં ખૂબ સરસ સેવાઓ આપી ચુકયા છે એટલે એમ ડી ખૂબ અનુભવી હોવાથી બેંકને સારો નફો અને બેંક ને પ્રગતિ તરફ આગળ ધપવા સિંહ ફાળો હશે બાકી ના ડિરેકટરો માં પણ સિનિયર પણ છે એટલે બેક ખૂબ જ પ્રગતિ કરશે કારણ કે એકતો બધા ડિરેકટરો બિનહરીફ થાય બીજું કે હોદેદારો ની વરણી કરવા માં આવી એ પણ સર્વાનુમતે થઈ છે.

(11:21 am IST)