Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા બાબતે કેસ નોંધવા મુસ્લિમ એકતા મંચ દ્વારા વડિયા મામલતદારને આવેદનપત્ર

જાગૃત નાગરિક મહેંદી હસન પર થયેલા હુમલાની તપાસની કરાઇ માંગણીઃ કોમી એકતા જાળવવા આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવો જરૂરી

(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા, તા.૯ : ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાથી દેશમાં દરેક જાતી, ધર્મના લોકો એક બીજા સાથે હળીમળીને પોતાના તહેવાર ઉજવવા સાથે સંપથી વસવાટ કરે છે અને કોમી એકતાના દર્શન કરાવે છે. ત્યારે મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા પ્રવચન આપતા શખ્સ વિરુદ્ઘ સૌરાષ્ટ્રના ગીરસોમનાથ જિલ્લા કોડીનારમાં પીઆઇને સંબોધી ને તારીખ ૧૦/૯/૨૧ના રોજ આ શખ્સ વિરુદ્ઘ ગુનો નોંધવા જાગૃત નાગરિક મહેંદી હસન દ્વારા એક અરજી આપવામાં આવી હતી.

તે બાબતે કોઈ કાર્યવાહી હજુ કરવામાં આવી નથી ઉપરાંત આ અરજી કરનાર જાગૃત નાગરિક પર ૨૫/૯ ના રોજ રાત્રી ના સમયે અજાણ્યા શખ્સો દ્વારા તેમની આંખમાં મરચાની ભૂકી છાટી તેમને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવેલ આ બાબતની ફરિયાદ પણ પોલીસમાં દાખલ થયેલ છે.

ત્યારે તે આરોપીઓ ની ધરપકડ હજુ સુધી થયેલ નથી આ ઉપરાંત આ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલા લાગણી દુભાયાની અરજી અને તે વ્યકિત પર થાયેલ હુમલો બાબત એક બીજા સાથે જોડાયેલા છે કે કેમ ? આ બાબતની નિષ્પક્ષ તપાસ કરાવી પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે વડિયા મુસ્લિમ એકતા મંચ દ્વારા વડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

(11:23 am IST)