Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોટી પાનેલી પાસે રિઝવાન જુણેજા દેશી પિસ્‍ટલ સાથે પકડાયો

ભાયાવદર પોલીસે દબોચ્‍યો : દેશી પિસ્‍તોલ બે જીવતા કાર્ટીંઝ અને બાઇક મળી રૂા. ૫૦હજારની મતા કબ્‍જે

રાજકોટ,તા. ૯ : ભાયાવદરના મોટી પાનેલી ગામ પાસેથી બાતમીના આધારે ભાયાવદર પોલીસે એક શખક્ષ્સને દેશી બનાવટની પિસ્‍ટલ અને બે જીવતા કાર્ટીઝ સાથે પકી લીધો હતો.
મળતી વિગત મુજબ ભાયાવદર પોલીસ મથકના પી.એસ.આઇ એસ.વી. ગોજીયા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે બાતમીના આધારે મોટીપાનેલી ગામ સીદસર રોડ ઇન્‍ડીયન હોટલ પાસેથી રિઝવાન અબ્‍દુલભાઇ જુણેજા (ઉવ.૨૭)  (રહે. મોટી પાનેલી, મોહનનગર)ને રૂા. ૨૦ હજારની દેશી બનાવટની પિસ્‍ટલ તથા બે જીવતા કાર્ટીઝ સાથે પકડી લીધો હતો. અને પોલીસે દેશી પીસ્‍ટલ, બે કાર્ટીઝ અને બાઇક મળી રૂા. ૫૦,૨૦૦ની મતા કબ્‍જે કરી હતી.

 

(11:44 am IST)