Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મુન્દ્રા ૨૧૦૦૦ કરોડના ડ્રગ્સ કાંડમાં પંજાબ કનેકશનઃ પૂર્વ અકાલી નેતાની NIA દ્વારા પૂછપરછ

ડ્રગ્સ માફિયાઓની દેશવ્યાપી ફેલાયેલી જાળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૯: કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ ઉપરથી ઝડપાયેલ ૨૧૦૦૦ હજાર કરોડના ડ્રગ્સ કાંડમાં હવે પંજાબનું કનેકશન ખુલ્યું છે. NIA દ્વારા પંજાબના પૂર્વ અકાલી નેતા અનવર મસિહની સદ્યન પૂછપરછ કરાઈ હતી. અગાઉ જુલાઈ ૨૦૨૦ દરમ્યાન ડ્રગ્સ પ્રકરણમાં અનવર મસિહનું નામ ખૂલ્યું હતું. જોકે, ડ્રગ્સ માફિયાઓની જાળ દેશ વ્યાપી ફેલાયેલી છે. અફદ્યાનિસ્તાનથી વાયા ઈરાન થઈને ડ્રગ્સ મંગાવનાર આશી. એન્ટરપ્રાઈઝ વિજયવાડા (આંધ્ર) માં નોંધાયેલી છે. તેના માલિકો વૈશાલી, સુધાકર ચેન્નાઇના છે. કસ્ટમ હાઉસ એજન્ટ અમદાવાદની પાર્ટી છે. ઈરાન સાથે સંકળાયેલ રાજકુમાર પી. કોઇમ્બતુર નો છે અને મુંબઈથી પકડાયો છે. આ સિવાય અફઘાની નાગરિકો સિમલાથી ઝડપાયા છે. તો ઉઝબેકિસ્તાન અને દિલ્હીનું કનેકશન નીકળ્યું છે. મુખ્ય મંગાવનાર કુલદીપસિંહ દિલ્હીનો છે. આમ, આ દેશવ્યાપી નેટવર્ક વિસ્તરેલું છે.

(12:09 pm IST)