Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પોરબંદર સાંદીપનીમાં નવરાત્રી અનુષ્ઠાન સાથે મેડીકલ કેમ્પ

 જુનાગઢઃ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રિમાં પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા ૪૦માં શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનનો કોવિડ-૧૯ મહામારીને કારણે મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં મંગલ પ્રારંભ થયો હતો. સોશ્યલ મીડિયમના માધ્યમથી પણ ભાવિકો અનુષ્ઠાનમાં જોડાઇ રહ્યા છે. શ્રીરામ ચરિત પાઠ અનુષ્ઠાનની સાથે-સાથે પૂજય ભાઇશ્રીની પ્રેરણાથી સેવાકાર્યોના ઉપક્રમમાં અગત્યના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલ ખાતે દંતયજ્ઞનો પ્રારંભ થયેલ છે. જે તા. ૧૪ સુધી ચાલુ રહેશે. જેનો સમય સવારે ૯:૦૦ થી ૧:૦૦ સુધી છે.તા. ૧ર ના રોજ લાયન્સ હોસ્પિટલ ખાતે સવારે ૮-૩૦ કલાકે પલ્મોનોલોજી કેમ્પ (ફેફસા અને શ્વાસના દર્દીનો કેમ્પ) યોજાશે. જેમાં રાજકોટના સિનિયર મોસ્ટ પલ્મોનોજિસ્ટ ડો. જયેશભાઇ ડોબરિયા પોતાની માનદ સેવા આપશે. કેમ્પના સ્થળ પર જ (પલ્મોનરી ફંકશન ટેસ્ટ) પણ જરૂરીયાત પ્રમાણે કરી આપવામાં આવશે. આ કેમ્પનો સમય સવારે ૮:૩૦ થી ૧રઃ૩૦ રહેશે. કોવિડની મહામારીના કારણે આ વખતે ભાવસિંહજી હોસ્પિટલ તેમજ આશા ચિલ્ડ્રન હોસ્પિટલ આ બન્ને જગ્યાએ બ્લડની અત્યંત કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે. આ અંગે પૂજય ભાઇશ્રીએ અનુરોધ કરી સૌ ભાવિકજનોને મહત્તમ બ્લડ ડોનેટ કરવા માટે ભારપૂર્વક જણાવેલ છે. આ કેમ્પ સાંદિપનિ વિદ્યાનિકેતન ખાતે તા. ૧ર ના રોજ સવારે ૯-૩૦ થી ૧ર અને સાંજે ૩:૩૦ થી ૬:૩૦ સુધી ચાલશે. તા. ૧૩ ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી સાંદીપનિ વિદ્યાનિકેતન કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના આરોગ્ય તંત્રના સહયોગથી ગોઠવવામાં આવેલ છે. જેમાં કોવિ-શીલ્ડ વેકિસનનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવશે. તમામ ભાવિકોને લાભ લેવા અનુરોધ એક યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અહેવાલ વિનુ જોશી જુનાગઢ)

(12:11 pm IST)