Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ઉના-ગીરગઢડા તાલુકાના વાવાઝોડા અસરગ્રસ્તોને સહાય ચુકવવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા

ઉના તા.૯ : ઉના ગીર ગઢડા તાલુકાના વાવાઝોડા અસરગ્રસ્તોને તમામ સહાય ચુકવવા તાલુકા કોંગ્રેસ સમિતિએ કચેરીએ ધરણા કરી આવેદનપત્ર આપેલ હતુ. આવેદનપત્ર બાદ વિકાસ અધિકારીએ બાકી રહેલ અસરગ્રસ્તોને ૧૦ દિવસમાં કામગીરી પુર્ણ કરી ખાતરી આપી.

ઉના ગીરગઢડા તાલુકામાં મે-૨૦૨૧ના તૌઉકેત વાવાઝોડાએ ભારે વિનાશ કર્યો હતો. તાલુકાના ૮૦ ટકાથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હતા. જેને અત્યારે ૬ મહીના થયા છતા ઘણા લોકો તે સરકારી સહાયના ચુકવાતા ઉના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતીની આગેવાની હેઠળ ધારાસભ્ય પુંજાભાઇ, શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામભાઇ ડાભી, શહેર યુવા પ્રમુખ કમલેશભાઇ બાંભણીયા, બાલુભાઇ બાંભણીયા વગેરે આગેવાનો ઉના તા.પં. કચેરીમાં જઇ ધરતા કરી મેદાનમાં બેસી ગયા હતા. ઉના ગીર ગઢડા તાલુકામાં કેશ ડોલ્સ સહિત ઘરવખરી, મકાન નુકશાની સહાય, કૃષી પાકો, બાગાયતી પાકોને મોટી નુકશાની થઇ છે. સહાય ચુકવવામાં વિસંગતતા ઉભી થઇ છે. સરકારે જે નીતી નિયમો જાહેર કરેલ તે મુજબ ચુકવાયેલ નથી.

સહાય માટે ફોર્મ ભરવા છતા સહાય આપી નથી. અગાઉ ૩૧ વખત રજૂઆત કરવા છતા ચુકવણી કરાઇ નથી. આ અંગે તા.વિકાસ અધિકારી સ્થળ ઉપર આવી લેખીતમાં દિવસ ૧૦માં બાકી કામગીરી સંપુર્ણ કરવા ખાતરી આપતા મામલો શાંત પડેલ હતો. બંને તાલુકામાં કેસર કેરીના આંબાના બાગાયતી પાકોને ૧૦૦ ટકા નુકશાની ગઇ છે. વૃક્ષો નાશ પામેલ છે. ખેડૂત ૧૦ વર્ષ સુધી આવક મેળવી શકશે નહી. ૧૦ વર્ષ સુધી બેઠો થઇ શકે તેમ નથી. બાગાયતી પાકોમાં એક શેઢે ખેતી ધરાવતા ખેડૂતોને એક ખેડૂતને જાહેરાત મુજબ ૮૦ હજારથી ૧ લાખ સુધી સહાય ચુકવેલ છે. જયારે તેની બાજુના ખેડુતને ૨૦ હજારથી ૩૦ હજાર સહાય ચુકવી છે. નુકશાન બંનેને સરખુ થયુ હોવા છતા સહાય વિસંગતતા જોવા મળી છે. ખેડૂતને અન્યાય કર્તા છે. ખેડૂતના હિતમાં નિર્ણય કરી એક સમાન સહાય ચુકવવા માંગણી કરી છે અને આવેદનપત્ર આપી બાગાયત ખેડૂતોને વિશેષ પેકેજ આપવા માંગણી કરી હતી.

(12:12 pm IST)