Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ઓખામાં અનોખી ગૌ ભકિત

 ઓખા : સાત દાયકાથી ચાલતી કૃષ્ણ પાંજરાપોળમાં ૩૫૦ ગાયને રાખવામા આવી છે. આ ગૌશાળાની સ્થાપના ઓખાના મહાજન સ્વ. તુલશીદાસ રામજી દાવડા, સ્વ. લક્ષ્મીદાસ પંચમતીયા તથા સ્વ.રવજીભાઇ મશરૂ પરિવારના સહયોગથી ૧૯૪૨ની સાલમાં આ ગૌશાળાનો પ્રારંભ કરાયો હતો અને તેમના પુત્ર પરિવાર દ્વારા આ ગૌશાળાનું સારી રીતે સંચાલન કરી ૨૫૦ જેટલી ગાયોને નિભાવવામાં આવે છે. છેલ્લા ૩૦ વર્ષથી ઓખાના ગૌભકત યુવાનો દ્વારા શ્રાધ્ધના દિવસોમાં દરરોજ રાત્રીના પાંચ થી છ ગુણીના ઘી, ગોળ, ભુસો તથા વિટામીનની દવાના લાડુ બનાવીને ગૌશાળાની ગાયો સાથે ગામની દરેક શેરીઓમાં ગાયોને લાડુ જમાડાય છે તથા આ યુવાનો દ્વારા મંદિરોના પટાંગણમાં પક્ષીઓને ચણ, ગામની શેરીના કુતરાઓને બિસ્કીટ, ગાયને નીણ જેવી સેવાકીય પ્રવૃતિઓ બારે માસ ચલાવવામાં આવે છે. પાંજરાપોળમાં સેવા કાર્યની તસ્વીર.

(12:13 pm IST)