Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

નવરાત્રી રાસ - ગરબાની હરીફાઇમાં જામજોધપુરની શ્રી આશાપુરા ગરબી મંડળ પ્રથમ :

જામજોધપુર : જામનગર ખાતે શહેર - જિલ્લાકક્ષાની રાસ ગરબાની હરીફાઈ યોજાઈ હતી. જેમાં રાસ સ્પર્ધામાં જામજોધપુરની શ્રી આશાપુરા ગરબી મંડળે પ્રથમ સ્થાન મેળવ્યું છે તથા દ્વિતીય ક્રમે આશાપુરા યુવક મંડળ વિજેતા જાહેર થયું છે. જિલ્લા કક્ષાએ પ્રથમ દ્વિતીય નંબર પ્રાપ્ત થતાં બંને ટીમના ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.અને શ્રી આશાપુરા ગરબી મંડળના પ્રમુખ ખુશાલભાઈ જાવીયા એ બંને ટીમને અભિનંદન આપ્યા હતા. (તસ્વીર - અહેવાલ : દર્શન મકવાણા - જામજોધપુર)

(12:14 pm IST)