Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભાતીગળ અને ગરબીના શણગાર

વાંકાનેર તા. ૯ : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતિક  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે આસોના રૂડાના નવરાત્રીના પાવન પર્વે અને સાથોસાથ આજે શનિવાર પણ હોય શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુર દ્વારા પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામી પૂજય શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તથા પૂજય સ્વામી શ્રી ડી કે સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આજે નવરાત્રીના પાવન પર્વે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને  ભારતીય જૂની પરંપરા મુજબ આજે  દાદાને  ભાતીગળ શણગાર દર્શન  રાખવામાં આવેલ છે તેમજ વિધ વિધ જાતની  ગરબી  સાથેનો વિશેષ શણગાર કરવામાં આવેલ છે. આજે સવારે મંગળા આરતી ૫.૩૦ કલાકે પૂજય સ્વામી શ્રી ડી.કે. સ્વામીજી દ્વારા કરવામાં આવેલ તેમજ સવારે ૭.૦૦ કલાકે દાદા ની દિવ્ય  શણગાર આરતી પરમ પૂજય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી દ્વારા કરવામાં આવેલ હતી.

જયાં ધજા ફરકે છે સત ધર્મની એવા સાળગપુર રૂડા ધામમાં આજે સવારે હજારો ભાવિકોએ દાદાના દર્શનનો મહાઆરતીના દર્શનનો લાભ લીધેલ હતો તેમજ ધર બેઠા પણ ઓનલાઇન દ્વારા હજારો ભાવિકો દાદાના દર્શનનો લાભ કાયમ લઈ રહયા છે.

(12:16 pm IST)