Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબીની એલ ઈ કોલેજમાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીનો સમાપન સમારોહ યોજાયો.

મોરબી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરવામાં આવી હોય જે ઉજવણીનો સમાપન સમારોહ આજે મોરબીની ન્યુ એલ ઈ કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન તેમજ મોરબી પ્રાંત અધિકારી ડી એ ઝાલા, એલ ઈ કોલેજના પ્રિન્સીપાલ એસ એન પંડ્યા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા
જે કાર્યક્રમમાં એલ ઈ કોલેજના પ્રિન્સીપાલ એસ એન પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આજના માનવીની લાલસા પ્રેરિત વર્તનથી વન્ય જીવો પર થયેલ અસર વિષે સમજ આપવામાં આવી હતી બાદમાં મોરબી વન વિભાગ વડા ચિરાગ અમીન દ્વારા જીલ્લાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને કુદરતી મળેલ જૈવ વૈવિધ્યતાની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી કોરોના જેવી ઝૂનોટીક બીમારીઓના ઉદ્ભવ પણ વન્યજીવોના અસ્તિત્વ પર તોળાઈ રહેલા ખતરાનાં કારણરૂપ હોવાનું જણાવ્યું હતું
તેઓએ વક્તવ્યમાં પ્રધાનમંત્રી દ્વારા વન્યજીવોના સંરક્ષણ અર્થે પાઠવેલ સંદેશનું વાચન કર્યું હતું વન્ય પ્રાણી સપ્તાહ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓની વિજેતા બાળાઓને મહેમાનોના વરદ હસ્તે સ્મૃતિચિન્હ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

(12:17 pm IST)