Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબીના મકનસર ગામે કુદરતી હાજતે જવા બાબતે યુવાનને માર માર્યો

માથામાં છરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.

મોરબીના મકનસર ગામે પાણીના ટાંકા પાસે કુદરતી હાજતે જવા બાબતે બોલાચાલી કરીને ચાર શખ્સોએ યુવાનને માર માર્ક છરીના ધા ઝીંક્યા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
  મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામે કુવરજીભાઈ બચુભાઈ પરમાર (ઉ.૨૯) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સુનીલ જેસિંગભાઈ એ ફરિયાદી કુવરજીભાઈને કહેલ કે તમે આમ ક્યા ગયેલ હતા તમારે આ બાજુ કુદરતી હાજતે જવા નહી આવાનું તેમ કહી ગાળો આપતા ફરિયાદી કુવરજીભાઈ એ ગાળો આપવાની નાં પાડતા આરોપીઓ છગનભાઈ ઉર્ફે સુનીલ જેસિંગભાઈ પરમાર, કિશોર બાબુભાઈ ગોહેલ, આનંદ બાબુભાઈ ગોહેલ અને સંજયભાઈ ઉર્ફે પરસોતમભાઈ પરમાર એ ઉશ્કેરાઈ જઈ તમામ આરોપીઓએ ફરિયાદી કુવરજીભાઈ તથા સાહેદઓને ઢીકા પાટુંનો માર મારી આરોપી આનદ ગોહેલે માથાના ભાગે છરી મારેલ તેમજ આરોપી છગનભાઈ પરમારેબન્ને સાહેદોને હાથમાં પાણો રાખી એક એક ઘા માથાના ભાગે મારી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

(12:43 pm IST)