Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબી હરિહર ઉદાસીન આશ્રમના મહંતની નોરતામાં જગદંબાની અનોખી ઉપાસના.

નવ નોરતા સુધી અન્ન જળ ના ત્યાગ સાથે ધરતીમાં દટાઈ જય "માં" ની કઠોર આરાધના : મોરબીમાં સમગ્ર નવરાત્રી દરમિયાન મહંત આ રીતે અનુષ્ઠાન કરશે

મોરબીમાં હરિહર ઉદાસીન આશ્રમના મહંત મુરલીદાસ બાપુ નવરાત્રી દરમિયાન જમીનમાં શરીર દાટી અન્ન-જળ વિના માતાની ભક્તિ કરી રહ્યા છે.
પીપળી-માળીયા હાઇવે પર આવેલ હરિહર ઉદાસીન આશ્રમના ગુરુ ભગવાનદાસ બાપુના આશીર્વાદથી મહંત મુરલીદાસ બાપુ નવરાત્રી નિમિત્તે પ્રજાના કલ્યાણ અર્થે કષ્ટદાયક અનુષ્ઠાન કરી રહ્યા છે. જેમાં મુરલીદાસ બાપુએ આશ્રમ ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન જમીનમાં માટીની અંદર શરીર દાટી અન્ન-જળ ત્યાગી માતાની આરાધના કરી રહ્યા છે. ત્યારે મોરબીની ધર્મપ્રેમી પ્રજાને સંત મુરલીદાસ બાપુના દર્શન કરવા આશ્રમની યાદીમાં જણાવવા સાથે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(12:53 pm IST)