Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વાઇલ્ડ લાઇફ વિક અંતર્ગત લાખોટા નેચર કલબ અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા યાયાવરના સ્થળાંતર પર સેમિનાર

જામનગર : વન્યપ્રાણી સપ્તાહના ભાગ રૂપે લાખોટા નેચર કલબ જામનગર અને બોમ્બે નેચર એન્ડ હિસ્ટોરીકલ સોસાયટી ના સંયુકત ઉપક્રમે જામનગર તેમજ સમગ્ર ભારતભર માં આવતા યાયાવર પક્ષીઓ પર વૈજ્ઞાનિક સેમિનાર નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરમાં આશરે ૨૦૦ થી વધારે યાયાવર પક્ષીઓ ની મિજબાની માટે જાણીતું રહ્યું છે. ત્યારે આવા યાયાવર પક્ષીઓ ના વિદેશ થી ભારત સુધી ના પ્રવાસ નો જે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ, એશિયા ની વન્યજીવો માટે કામ કરતી સૌથી મોટી અને જૂની સંસ્થા BNHS દ્વારા થયો છે, તેની વૈજ્ઞાનિક માહિતી સંસ્થા ના વૈજ્ઞાનિક દિશાન્ત પરાસરિયા તેમજ ભાવિક પટેલ દ્વારા પૂરી પાડવા માં આવી હતી. તેમજ પક્ષીઓ ના પ્રવાસ તેમજ તેમના જીવન પર થયેલા વજ્ઞાનિક અભ્યાસ નુ જામનગર ના પક્ષી પ્રેમીઓ ને માહિતી પૂરી પાડવા માં આવી હતી.આ કાર્યક્રમમાં ર્ંહોટલ પ્રેસિડેન્ટ ના મુસ્તાક ભાઈ મપાર્ણીં નો સહકાર પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમમાં લાખોટા નેચર કલબ ના પ્રમુખ જગત રાવલ, ઉપ પ્રમુખ સુરજ જોશી, કમલેશભાઈ રાવત, મંત્રી ભાવિક પારેખ, ખજાનચી જય ભાયાણી, સહ મંત્રી મયુર નાખવા, કમિટી મેમ્બર મયનક સોની, શબીર વીજળીવાળા, વૈભવ ચુડાસમા, પ્રોજેકટ ચેરમેન સંદીપ વ્યાસ તેમજ BNHS ના વૈજ્ઞાનિકો અને જામનગર ના પક્ષીવિદો, જંગલ ખાતા નો સ્ટાફ હજાર રહી સેમિનાર દરમિયાન વિચારો અને અનુભવો નું આદાન-પ્રદાન કર્યું હતું. 

(1:24 pm IST)