Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જેતપુરમાં કેમીકલવાળુ પાણી જાહેરમાં છોડાતુ હોવાની રાવ

જેતપુર તા. ૯ :.. શહેરમાં પ્રદુષણનો પ્રશ્ન વર્ષો જુનો છે જે નીવારવા અનેક યોજનાઓ બનાવવામાં આવે છે છતાં તેનો નીકાલ આવતો નથી. અને તેમાં અમુક કારખાનેદારો જાણે પ્રદુષણ ફેલાવવું પોતાનો અધિકાર સમજતી હોય તેમ કોઇ રોકટોક વગર જાહેરમાં પ્રદુષણ ફેલાવે છે. હાલ ધોરાજી રોડ વિસ્તારમાં જાહેરમાં કલર - ઝેરી કેમીકલ વાળુ પાણી છોડતા હોય એ હદ વટાવી ગઇ છે કે લોકોના ઘરમાં નળમાં આવુ કલરવાળુ પાણી આવવા લાગ્યુ છે. જેથી તંત્ર પગલા લે તેવું સામાજીક કાર્યકર મહમદભાઇ દ્વારા અરજી કરાઇ છે.

(1:27 pm IST)