Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ભાડલામાં ભત્રીજાએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી મનસુખભાઇ પર યુવતીના પિતા સહિત ૧૦ શખ્સોનો હુમલો

રાજકોટ તા. ૯ : ભાડલામાં કૌટુંબીક ભત્રીજાએ કરેાલ પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પિતા સહિત દસ શખ્સોએ ઝઘડો કરી યુવાનને મારમારી ઘર પર પથ્થરના ઘા કરી ડેલી અને કારનો કાચ ફોડી નાખતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભાડલા ગામમાં રહેતા મનસુખભાઇ ભીમજીભાઇ ડોબરીયા (ઉ.૪૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે ગામમાં રહેતા અરવિંદ મોહનભાઇ સરવૈયા, અમીત બટુકભાઇ સરવૈયા, અશ્વિન ગાંડુભાઇ સરવૈયા, પ્રવિણ લાલજીભાઇ સરવૈયા, મીઠા સરવૈયા, દીનેશ વાવડીયા, નાથા સરવૈયા, મુકેશ સરવૈયા, સુરેશ સરવૈયા અને જગદીશ ધીરૂભાઇ વસોયા સહિત ૧૫ જેટલા શખ્સોએ ઘરે આવી મનસુખભાઇ ડોબરીયા અને પરિવાર સાથે ઝઘડો કરી મનસુખભાઇને ઢીકાપાટુનો મારમારી પથ્થરના ઘા કરી ઘરની ડેલી અને કારનો પાછળનો કાચ ફોડી નાખ્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા તમામ શખ્સો ભાગી ગયા હતા. આ બનાવમાં મનસુખભાઇના કૌટુંબીકભાઇનો દીકરો ભાર્ગવ અને અરવિંદ સરવૈયાની દીકરી સપના બંને એ આઠ દિવસ પહેલા ભાગીને કોર્ટ મેરેજ કર્યા હોઇ તે બાબતનો ખાર રાખી યુવતીના પિતા અરવિંદ સહિતે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મનસુખભાઇ ડોબરીયાએ ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દસ શખ્સો વિરૂધ્ધ રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ એચ.ડી.હીંગરોજાએ તપાસ હાથ ધરી છે.

(3:25 pm IST)