Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

અંજાર-મુંદરા હાઈવે પર મોટી ખેડોઈ નજીક ટ્રક પર ટ્રેલર પડતાં ક્લિનરનું દબાઈ જવાથી મોત

ટ્રેલરચાલકે કાબૂ ગુમાવતાં ટ્રેલર રોડ પર બંધ હાલતમાં પડેલી ટ્રકની કેબિન પર પડ્યું

ભુજ :  અંજાર-મુંદરા હાઈવે પર મોટી ખેડોઈ નજીક રોડ પર બંધ હાલતમાં પડેલી ટ્રક સાથે ટ્રેલર અથડાતાં ટ્રકમાં બેઠેલાં ક્લિનરનું દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યું છે. ગત રાત્રે આઠથી નવ વાગ્યાના અરસામાં દુર્ઘટના ઘટી હતી. RJ-09 GC-8431 નંબરના ટ્રેલરચાલકે કાબૂ ગુમાવતાં ટ્રેલર રોડ પર બંધ હાલતમાં પડેલી ટ્રકની કેબિન પર પડ્યું હતું. ટ્રકની કેબિનમાં બેસેલાં જીતેન્દ્ર ભંવરલાલ મેઘવંશી નામના બ્યાવર, રાજસ્થાનના વતની ક્લિનરનું દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

(6:43 pm IST)