Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

રાપર પોલીસે લાઈટના અજવાળે ખુલ્લામાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપ્યાં

રાપર પોલીસે મધરાત્રે તિરુપતિનગર સોસાયટીમાં નવા બની રહેલાં મકાનની આગળ રોડ પર સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લામાં ગંજીફા વડે નાણાંની હારજીત કરતાં છ ખેલીને ૨૧ હજાર ૨૦૦ રૂપિયાની રોકડ અને ૫૦૦ની કિંમતના એક મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યાં છે. પોલીસે પકડેલાં ખેલીઓમાં મનહર અજમલભાઈ કોલી, ભાવેશ દયારામભાઈ કોલી, ધીરજ નીલાભાઈ કોલી, પુનાભાઈ રાણાભાઈ કોલી, રાહુલ રાણાભાઈ કોલી અને સચિન ટપુભાઈ કોલીનો સમાવેશ થાય છે.

(7:01 pm IST)