Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

અગાઉ પાંચ વખત અને આ વખતે અકલ્પનીય 62000 મતની જંગી લીડથી જીતનાર અને પોતાની સાથે બીજા 4 ને પણ જીતાડનાર કાંતિલાલ મંત્રી બનશે.

મંત્રીપદ મળશે જ કાર્યકરોને વિશ્વાસ : લાખાભાઈ જારીયા ફરી એક વખત સફળ સારથી સાબિત થયા.

મોરબી :વિધાનસભા 2022 ના પરિણામો આવી ચુક્યા છે. 156 સીટ અને 50 ટકાથી વધુ વોટસેર મેળવી ભાજપે આઝાદી બાદના તમામ વિધાનસભાના રેકોર્ડ તોડી નાખ્યાં છે.

આટલી મોટી જીત પાછળ પ્રધાનમંત્રી મોદીનો ચહેરો રેકોર્ડબ્રેક પ્રચાર, અમિતભાઈ શાહની રણનીતિ, સી. આર. પાટીલનનુ બુથસુધીનું માઇક્રોપ્લાનિંગ, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી અને કાર્યકરોનો સખત પરિશ્રમ સહિતની રણનીતિ.ની પરિણામ છે 
 ગુજરાતની સુખશાંતિ, વિકાસ,રાષ્ટ્રબાદ, સહિતના ચૂંટણીના મુદ્દાઓ આ ચુંટણીમાં ભાજપને ઐતાહસિક વિજય અપાવવામાં સફળ રહ્યાનું ભાજપના પ્રથમ હરોળના નેતાઓ જણાવી રહ્યા છે.  ત્યારે મોરબી માળીયા વિધાનસભાની સીટ પર કાંતિલાલ અમૃતિયાનો પણ અભૂતપૂર્વ વિજય થયો છે. અભૂતપૂર્વ એટલા માટે કે અગાઉ પણ તેઓ આ સીટ પરથી પાંચ વખત વિજેતા થયા છે.પણ તેમની વધુમાં વધુ લીડ 28000 ની રહી હતી. અને આ વખતે એન્ટીઇન્કંબંસી, ઝૂલતાપુલની ગોઝારી દુર્ઘટના, સ્થાનીક સમસ્યાઓને લઇ લોકોની નારાજગી જેવા મુદ્દાઓ હોવા છતાં તેઓ અકલ્પનીય 62000 ની લીડથી વિજયી થયા છે.   તદુપરાંત મોરબી જિલ્લાની વાંકાનેર, ટંકારા પડધરી, મોરબી જિલ્લાને સંલગ્ન ધાંગધ્રા, આમરણ સહિત કુલ પાંચ સીટ જીતાડવાની પણ તેમના પર જવાબદારી હોવાનું જણાવી તેઓ તે સીટો પર પણ કાર્યરત્ હતા. અને મોરબી સહિત ઉપરોક્ત પાંચે પાંચ સીટ પર ભગવો લહેરાવવામાં, કમળ ખીલવવામાં તેઓ સફળ પણ રહ્યા.
ત્યારે અગાઉ પાંચ પાંચ વખત વિજેતા થનાર અને પાટીદાર અનામત આંદોલન સમયે મામુલી મતોથી રહી જનાર, ચૂંટણી હાર્યા છતાં પણ લોકોની વચ્ચે રહેનાર કાંતિભાઇ અમૃતિયા આ વખતે "મંત્રી" ચોક્કસ બનશે તેવી આશા જાગવા સાથે તેમનાં ટેકેદારો, કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે. અને ચર્ચાઓ કરતા કાર્યકરો, ટેકેદારોએ પણ જણાવી રહ્યા છે કે, મોરબીને પ્રથમ વખત ચૂંટણી જીતનાર બ્રીજેશભાઈ મેરજાને મંત્રી પદ મળ્યુ તું, તો કાંતિભાઇ તો લડાયક નેતા છે અને આ છઠી વખત ચૂંટણી જીત્યા છે. માટે તેમને ચોક્કસ મંત્રીપદ મળશે તેવી પ્રબળ આશા સેવી રહ્યા છે અને મોરબીના ફાળે મંત્રીપદ તો હતુજ તેવું જણાવી રહ્યા છે.
કાંતિભાઇને મંત્રીપદ મળશે?મોરબીના ફાળે પ્રથમ વખતે જ આવેલું મંત્રી પદ યથાવત રહેશે? તે તો આવતો સમય જ બતાવશે!!
મોરબી નગર પાલિકાની ગત ચૂંટણીમાં ચૂંટણી પહેલાં પાલિકાના તમામ 52 એ 52 સભ્યો જીતશે તેવો પડકાર કરનાર અને તે પડકારને સાકાર કરી બતાવનાર અને 52 એ 52 સભ્યો પાલિકાને આપનાર રાજકીય ગણિતના માહિર એવા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા કાંતિલાલની પહેલી ચૂંટણી સભામાં જ ચેલેન્જ ફેંકી હતી " કાંતિભાઇ ઓછામાં ઓછી  51000 મતની લીડથી જીતશે,તેમાં એક પણ મત ઓછો નહી હોય "
ત્યારબાદ કાંતિભાઇના મધ્યસ્થ કાર્યાલયના ખુલ્લુ મુકવા સમયે ઉપસ્થિત વિશાળ જનમેદની જોઇ તેમને જાહેરમાં કહ્યું હતું કે, આટલી વિશાળ મેદની જોઈ મને લાગેછે, લીડ 51000 નહી પણ 61000 પણ વટાવી જાય તો નવાઈ નહી.
અને તેવુંજ બન્યું અને કાંતિભાઈ 62000 મતોથી જીત્યા અને અગાઉની કાંતિભાઇની ચૂંટણીઓમાં સારથી તરીકે સફળ રહેલ પ્રમુખ લાખાભાઈ પોતાના અનુમાનમાં તો ખરા ઉતર્યા પણ એક સારથી તરીકે પણ સફળ રહ્યા

(11:43 pm IST)