Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મોરબી જીલ્લાની ત્રણેય બેઠક પર ભાજપનો ભગવો :૨૦૧૭ માં ગુમાવેલો ગઢ ભાજપે પાછો મેળવ્યો

મોરબી બેઠક પરથી કાન્તીભાઈ અમૃતિયા ૬૨૦૭૯ની લીડથી વિજેતા ,જીતુભાઈ સોમાણી ૧૯,૯૫૫, દુર્લભજીભાઈ ૧૦,૨૫૬ ની લીડથી વિજયી.

મોરબી જીલ્લામાં મતદાન પૂર્ણ થયા બાદ આજે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં ભાજપે આસાન જીત મેળવી હતી મોરબી, ટંકારા અને વાંકાનેર એમ ત્રણેય બેઠક પર આપ ઉમેદવારોએ નોંધપાત્ર મતો મેળવતા ભાજપે આસાન જીત મેળવી હતી મત ગણતરી દરમિયાન કોંગ્રેસ ઉમેદારો ક્યાય ટક્કર આપતા પણ નજરે પડ્યા ના હતા

મોરબી જીલ્લામાં આવતી મોરબી-માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકની મત ગણતરી આજે ઘૂટું પોલી ટેકનીક કોલેજ ખાતે કરવામાં આવી હતી જેમાં શરૂઆતથી જ ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ જોવા મળ્યા હતા અને મત ગણતરી પૂર્ણ થતા ત્રણેય બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો
મોરબી બેઠક પર કોને કેટલા મતો મળ્યા ?
ભાજપ કાન્તિલાલ અમૃતિયા – ૧,૧૪,૫૩૮
કોંગ્રેસ જયંતીભાઈ પટેલ –      ૫૨,૪૫૯
આપ પંકજભાઈ રાણસરીયા –    ૧૭,૫૪૪
ભાજપને લીડ – ૬૨,૦૭૯
ટંકારા બેઠક પર કોને કેટલા મતો મળ્યા ?
ભાજપ દુર્લભજીભાઈ દેથરીયા – ૮૩,૨૭૪
કોંગ્રેસ લલીતભાઈ કગથરા –    ૭૩,૦૧૮
આપ સંજય ભટાસનાં –          ૧૭,૮૩૪
ભાજપને લીડ – ૧૦,૨૫૬
વાંકાનેર બેઠક પર કોને કેટલા મતો મળ્યા ?
ભાજપ જીતુભાઈ સોમાણી –    ૮૦,૬૭૭
કોંગ્રેસ મહમદ પીરઝાદા –      ૬૦,૭૨૨
આપ વિક્રમ સોરાણી –        ૫૩,૪૮૫
ભાજપને લીડ – ૧૯,૯૫૫
ત્રિપાંખીયો જંગ કોંગ્રેસને મોંઘો પડ્યો, ભાજપને બખ્ખા
મોરબી જીલ્લામાં આપની એન્ટ્રીને પગલે જીલ્લાની ત્રણેય બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવાર નોંધપાત્ર મતો લઇ જતા ભાજપને જીત આસાન બની હતી જેમાં મોરબી બેઠકમાં આપ ઉમેદવાર ૧૭,૫૪૪, ટંકારા બેઠક પર આપ ઉમેદવાર ૧૭,૮૩૪ મત જયારે વાંકાનેર બેઠક પર આપ ઉમેદવાર સૌથી વધુ ૫૩,૪૮૫ મતો લઇ ગયા હતા જેથી હાર જીતના સમીકરણો બદલી ગયા હતા અને આપની એન્ટ્રી ભાજપને ફાયદારૂપ બની હતી તો કોંગ્રેસનો રકાસ થયો છે

(11:51 pm IST)