Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જામજોધપુર પંથકમાં પાંચ લાખનો દારૂ ઝડપાયો

વાહનમાંથી ૭૦૦૮ પાઉચ કબ્‍જેઃ જૂનાગઢ અને ખાગેશ્રીના બે શખ્‍સ પકડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૯ : જામજોધપુર અમરાપર રોડ ઉપર પરવાડા ગામની સીમ ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ ઉપર ટાટા ૪૦૭ જેના રજી નંબર. જીજે-૧૪એકસ૮૭૭૮ માંથી (૧) મુબારખ ગુલામભાઇ સાંધ હોથી સંધી રહે. કુંભારવાળલ સૈયદ રોડ સુખનાથ ચોક જૂનાગઢ (૨) મેરામભાઇ ભુદાભાઇ રાડા રબારી રહે. ગડગડીયાનેશ ખાગેશ્રી ગામ તા. કુતિયાણા વાળાના કબ્‍જાના વાહનમાંથી ઇંગ્‍લીશ દારૂના પાઉચ નંગ ૭૦૦૮ કિં.રૂા. ૪,૯૦,૫૬૦ તથા બે મોબઇલ ફોન કિં.રૂ. ૧૦,૦૦૦ તથા ટાટા ૪૦૭ વાહન કિં. રૂા. ૭,૦૦,૦૦૦ મળી  કુલ કિ.રૂ.૧૨,૦૦,૫૬૦ ના મુદ્દામાલ સાથે બંને ઇસમો મળી આવતા મજકુરને મુદ્દામાલ સાથે પકડી પાડી પો.કોન્‍સ.કિશોરભાઇ પરમારએ ફરીયાદ રિપોર્ટ આપતા પો.હેડ કોન્‍સ ધાનાભાઇ મોરીએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે દારૂ સપ્‍લાયર ધીરેન કારીયા રહે. જૂનાગઢ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. જે.વી.ચૌધરીની સુચનાથી પો.સ.ઇ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. એસ.પી.ગોહિલ એલ.સી.બી. સ્‍ટાફના એ.એસ.આઇ સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ તથા પોલીસ હેડ કોન્‍સ. નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાંધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, ધર્મેન્‍દ્રસિંહ ડી.જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા તથા પોલીસ કોન્‍સ. ફીરોજભાઇ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:31 am IST)