Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાવનગરમાં સાત બેઠકોમાં નોટામાં કુલ ૧૬,૬૫૨ મત પડયા : ભાવનગર ગ્રામ્‍યમાં સૌથી વધુ ૨૯૧૭ મત નોટામાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૯ :  ભાવનગર જિલ્લામાં ૭ બેઠકો માટેઃ મત ગણતરી બાદ પરિણામ જાહેર થયું જેમાં નોટા એટલે કે નન ઓફ ધ અબવ ( કોઇ ઉમેદવાર મત માટે લાયક નહીં) તેમાં કુલ ૧૬,૬૫૨ મત પડ્‍યા છે. જેમાં ભાવનગર ગ્રામ્‍યમાં સૌથી વધુ ૨૯૧૭ મત પડયા જ્‍યારે નોટામાં સૌથી ઓછા મત ગારિયાધારમાં ૧૪૯૧ પડયા છે. ભાવનગર શહેરી વિસ્‍તારમાં ગ્રામ્‍ય વિસ્‍તારની તુલનામાં નોટામાં વધુ મત પડયા છે.

(3:09 pm IST)