Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાવનગર શહેરની બંને વિધાનસભાની જંગી જીત બદલ શહેર ભાજપ સંગઠને તમામ કાર્યકરો તેમજ નગરજનોનો આભાર પ્રગટ કર્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯ : ભારતના વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય ગળહ મંત્રી  અમિતભાઇ શાહ, ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે. પી. નડા તેમજ ગુજરાતના પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલની અધ્‍યક્ષતામાં લડાયેલ વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટીનો જવલંત વિજય થયો છે, ત્‍યારે ભાવનગર પヘમિના વિજેતા ઉમેદવાર  જીતુભાઇ વાઘાણી, તેમજ ભાવનગર પૂર્વના વિજેતા ઉમેદવાર સેજલબેન પંડ્‍યા, ભાજપના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષા અને સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ ધારાસભ્‍ય વિભાવરીબેન દવે, ભાવનગર શહેર ભાજપના કાર્યકારી અધ્‍યક્ષ શ્રી ડી. બી.ચુડાસમા, મહામંત્રીઓ યોગેશભાઈ બદાણી તેમજ અરુણભાઈ પટેલ, તેમજ ભાવનગર પૂર્વના ચૂંટણી એજન્‍ટ ડો. રાજીવભાઈ પંડ્‍યા તેમજ શહેર સંગઠન તમામ કાર્યકરો તેમજ જનતાનો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકવા બદલ આભાર માને છે, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્‍વીનર હરેશભાઇ પરમાર અને સહકન્‍વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

(11:56 am IST)