Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મહેન્‍દ્રભાઇ પાડલીયા જીતીને ઢાંકના ગણેશજી મંદિરે

ઢાંક : ધોરાજી-ઉપલેટા વિધાનસભાના વિજેતા ઉમેદવાર મહેન્‍દ્રભાઇ પાડલીયાની શાનદાર જીત થયા બાદ ભાજપના કાર્યકરો સાથે ઢાંકના સિધ્‍ધ વિનાયક ગણેશ મંદિરે દર્શન કરવા માટે આવ્‍યા હતા. આ તકે ઢાંકના ભાજપના કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. મહેન્‍દ્રભાઇ પાડલીયાએ કાર્યકરોનું અભિવાદન જીલ્‍યુ હતુ અને ભાજપ  કાર્યકરોએ મહેન્‍દ્રભાઇ પાડલિયાનું ફુલહાર પહેરાવી અને ફટાકડા ફોડીને સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. ત્‍યારબાદ ગણપતિ બાપાના ચરણોમાં શિશ ઝુકાવીને ગણેશ મંદિરના પુજારી - ભરતગીરી - દયાગીરી ગોસ્‍વામીને ફુલહાર પહેરાવીને મહેન્‍દ્રભાઇ પાડલિયાનું સ્‍વાગત કર્યુ હતુ. (તસ્‍વીર : અહેવાલ : પંકજગીરી ગોસ્‍વામી - ઢાંક)

(11:57 am IST)