Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

માણાવદરમાં જવાહરભાઇ ચાવડાનો ૩ ટર્મ સુધી વિજય બાદ પરાજય

છેક સુધી રસાકસી રહયા બાદ અંતે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઇ લાડાણી વિજેતા થયા

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર તા.૯ : માણાવદર-૮પ વિધાનસભામાં પહેલીથી કાંઇક નવુ અને પડકારજનક ઉથલ પાથલ કરવામાં કોણ કોણ જાણે કેમ આગળ હોય છે. અગાઉ આ બેઠકમાં જનસંઘને પ્રથમ નગરપાલિકા આપી દેશભરમાં ચકચાર જાગી હતી. તો સૌથી વધુ કોંગ્રેસના ઉમેદવારો જીત્‍યા ભાજપમાંથી તો કોંગ્રેસના ધુરંધરો તથા ભાજપ પણ આગેવાનો હાર્યા છે. ઉપર સ્‍પષ્‍ટ બહુમતી ભાજપની તો અહી કોંગ્રેસની જીતની આ વખતે મુળ કોંગ્રેસમાંથી ૩ વખત ચુંટાયા શાસન ભાજપ જેમાં કોંગ્રેસમાંથી પક્ષ પલ્‍ટો કરી ભાજપમાં ગયા જવાહરભાઇ ચાવડાને ભાજપ તત્‍કાલ કેબીનેટ મીનીસ્‍ટર જેવા હોદા પણ આપ્‍યા છે.

ત્‍યારબાદ ફરી ભાજપમાંથી ચુંટાયા સતત ત્રણ ટર્મથી ચુંટાતા આવ્‍યા હતા. આ ર૦રરમાં ફરી ચુંટણી યોજાય તેમાં ભાજપમાંથી પણ ટીકીટ મેળવી ચુંટણી લડી રહયા હતા તો તેની સામે સરપંચ કમ જી.પં. સભ્‍ય શ્રી અને સામાન્‍ય માણસ એવા અરવિંદભાઇ લાડાણી કોંગ્રેસમાંથી ટીકીટ ફાળવી ચુંટણી લડયા જેમાં ર૦રર આ જે ૩૪૦૦ મતે જીત્‍યા છે.

જયારે પુર્વ કેબીનેટ મંત્રી અને ચાલુ ધારાસભ્‍યશ્રી જવાહરભાઇ ચાવડાની હાર થઇ ત્રણ ત્રણ ટર્મથી જીતત પુર્વ મંત્રીશ્રીનો હારનો સામનો કરવો પડયો છે. આ બેઠકમાં શરૂઆતથી જ એમ હતુ કે ગત ચુંટણીમાં જવાહરભાઇ  જીત્‍યા છે એટલે આ વખતે જીતી જશે. પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપનો વાવટો ભલે ફરકયો અહીંયા  એક સામાનય માણસે ભાજપને હરાવ્‍યા છે. આ હાર પાછળ રાજકીય ચર્ચાનુસાર ઘણા ખરા પ્રજાના કાર્યો રોજગારી રેલવે નગરપાલિકાનો ભ્રષ્‍ટાચાર કાર્યકરોના આંતરીક વિવાદ અસંતોષ તથા આપ પાર્ટી ર૩ર૯૭ મતો લઇ ગયા તે નાટોમાં ૧પ૬૮ પડયા ર૧ર રીજેક મતો થયા ગત ચૂંટણીમાં ૯૭૦૦ મતે જવાહરભાઇ ચાવડા જીત્‍યા હતા જ્‍યારે આ વખતે ૩૪૦૦ જેવી મામુલી લીડથી જવાહરભાઇ હાર્યા છે. જ્‍યારે આપ પાર્ટીએ ૨૩,૨૯૭ મતો મેળવી આ બેઠકનું પરિણામ બદલી નાખ્‍યું છે. આજના પરિણામથી અનેક રાજકીય ઉથલપાથલ થઇ ગઇ છે. ઉપર ભાજપ સરકારનો અહિંયા કોંગ્રેસ પરંતુ ત્રણ-ત્રણ ટર્મથી ચુંટાતા ભાજપના જવાહરભાઇ ચાવડાની હારથી ભાજપને ફટકો પડયો છે. આ બેઠક છેલ્લે સુધી ભારે રસાકસી વાળી રહી હતી. તેમજ ખાનગીમાં કરોડો રૂપિયાની શરતો લાગી હોવાનું ચર્ચાય છે. જેમાં અનેક લોકો હાર્યા તો અનેક લોકો પેટભરીને જીત્‍યા છે. ભલે કોઇ પણ જીત્‍યા પરંતુ ધુરંધર આગેવાનને હરાવવા આસાન  નહોતા તો બીજી બાજુ રાજકીય કારર્કિદી નું શું થશે ? તે પ્રશ્‍ન આમ જનતામાં ચર્ચા થઇ રહી છે.

 આમ જનતામાં ચર્ચા થઇ રહી છે કે પક્ષ પલટો કરનારા કોંગ્રેસ ઉમેદવારોને એક પછી એક શું હરાવી કોંગ્રેસના જુના જોગીઓની કારકિર્દી ખતમ કરવામાં તો નથી આવતુ ને તે અગાઉના પક્ષ પલ્‍ટો કરનારામાં થયું હોવાની ઠેર-ઠેર આમ જનતામાં ચર્ચા થઇ રહી છે. તો આ ચૂંટણીમાં અનેક રાજકીય ઉથલ-પાથલ થઇ છે જે આગામી દિવસોમાં શું થાય છે? તે જોવું રહ્યું.

(11:58 am IST)