Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જામનગર આઇ.સી.એ.આઇ ભુવનના વિશાળ બિલ્ડીંગનું ભૂમિપૂજન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૯: ઓકટોબર, ૨૦૨૨ મા જામનગર સીએ બ્રાન્ચ દ્વારા રૃપિયા ચાર કરોડ છવીસ લાખમાં આશરે ૧૦,૦૦૦ સ્કેવરફૂટ ની જગ્યા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી, શૈક્ષણિક હેતુ માટે પ્રાપ્ત કરેલ. તે જગ્યા ઉપર ૨૯ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ સીએ ઈન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ સીએ (ડો.) દેબાસીસ મિત્રા, વાઇસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી, તથા જામનગર બ્રાન્ચના ચેરપર્સન સીએ દીપા ગોસ્વામી દ્વારા ભૂમિ-પૂજન કરવામાં આવેલ. આ પ્રસંગે ઇન્ફ્રાસ્ટ્રકચર કમિટી ના ચેરમેન સીએ વિશાલ દોશી (બરોડા), તથા કમિટીના અન્ય સભ્યો સીએ ઉમેશ રવાણી, સીએ કલ્પિત મહેતા, સીએ. આનંદ રાયચૂરા, સીએ અંકુર દોશી ખાસ હાજર રહેલ. સીએ ના સભ્યો તથા વિધ્યાર્થીઓના અભ્યાસ માટે આધુનિક ઓડિટોરિયમ, લાયબ્રેરી, રીડિંગ રૃમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી રૃમ, જી.એમ.સી.એસ., ઓરિએન્ટેશન (સ્કિલ ડેવલોપમેન્ટ) ના શૈક્ષણિક હોલ, વહીવટી તથા મેનેજિંગ કમિટીના માટેના અલાયદા રૃમો બનાવવામાં આવશે. હાલમાં જામનગર-દ્વારકા જિલ્લાના આશરે એક-હજાર સીએ સભ્યો તથા ત્રણ હજાર જેટલા સીએનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાભ મળશે. આશરે આ જગ્યા ઉપર ૨૦,૦૦૦ થી વધુ સ્કેરવફૂટ નું બાંધકામ કરવામાં આવશે.

પ્રેસિડેન્ટ સીએ દેબાસિસ મિત્રા તથા વાઇસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ ઉદ્દોદન કરતાં જણાવેલ કે, ભારતની સીએ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની બીજા નંબર ની ઇન્સ્ટિટ્યૂટ છે. વિશ્વમાં ૫૦ ઓફિસ ધરાવે છે. ભારતભરમાં ૧૬૬ બ્રાન્ચ છે. ભારતભરમાં ૩૪૩ પરિક્ષાના કેન્દ્રો તથા વિદેશના ૮ પરિક્ષાના કેન્દ્રો માં પરીક્ષા આપી શકાય છે. અને ત્યાંથી શૈક્ષિક પ્રવુતીઓ કરવામાં આવે છે. આ પ્રસંગે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ થી હાલના ડેપ્યુટી કમિશ્નર ભાવેશ જાની અને ડેપ્યુટી એકઝીકયુટિવ એન્જિનિયર (ટી. પી. ડી. ટી.) મુકેશભારતી ગોસાઈ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસિડેન્ટ સીએ દેબાસીસ મિત્રા દ્વારા મોમેન્ટો આપી સન્માનીત કરાયા હતા.

આ પ્રસંગે સેન્ટ્રલ કાઉન્સીલના સીએ. પુરૃષ્નોમ ખંડેલ્વાલ (અમદાવાદ), સીએ, ઉમેશ શર્મા (મુંબઈ), સીએ પિયુષ છાજેડ (મુંબઈ), સીએ રાજકુમાર અકિયા (પુના), તથા આર. સી. એમ. સીએ વિકાશ જૈન, જામનગર બ્રાન્ચના પુર્વ ચેરમેનો સીએ ભાવિન શાહ, સીએ. જયદીપ મહેતા, સીએ મનીષ મારૃ, સીએ ભરત ભટ્ટ, સીએ કૌપીલ દોશી, સીએ પરાગ સુમરિયા, સીએ ભાવિક ધોળકિયા, સીએ કૌશિક ગોસ્વામી, સીએ અમિત મહેતા, સીએ સંજીવ બુદ્ઘ, સીએ દિપેશ ભૂત અને સીએ ધવલ શાહ વગેરે હાજર રહેલ.

આ કાર્યક્રમનું સંચાલન સીએ રવિન્દ્ર માણેકે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર બ્રાન્ચના વાઇસ ચેરમેન સીએ પ્રતિક ચાંદ્રા, સેક્રેટરી સીએ પ્રિતેષ મહેતા, ટ્રેઝરર સીએ મહમદ શફી કુરેશી, જામનગર વિકાસા ચેરમેન સીએ હરદીપસિંહ જાડેજા, સીએ જયદીપ રાયમંગીયા અને સંજય ઝાલા તથા બ્રાન્ચ સુપરવાઇઝર ભાવેશ વિંઝુડાએ જહેમત ઊઠાવી હતી. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:28 pm IST)