Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જામનગરમાં ભાજપ દ્વારા જનતા-જનાર્દનની ઋણ સ્વીકાર સભા

જામનગરઃ જામનગર શહેરમાં ચાંદી બજાર ખાતે ભાજપની જનતા જનાર્દનનો ઋણ સ્વીકાર સભા યોજાઇ હતી. જામનગર શહેરની ઉત્ત્।ર અને દક્ષિણ બંને બેઠક પર ભાજપની ઐતિહાસિક લીડ આવતા ગુજરાતમાં ભાજપની ૧૫૬ સીટ આવી છે જેને તમામ રેકોર્ડ તોડ્યા છે. જેથી જામનગરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી ની વિજય સભા દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ખાસ જોવા મળ્યા હતા. આ સભા દરમિયાન સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા ઉપરાંત ભાજપના પૂર્વ શહેર પ્રમુખો, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપને આપેલ પ્રચંડ બહુમત બદલ લોકોનો આભાર વ્યકત કર્યો હતો.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:30 pm IST)