Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જામનગર - જિલ્લાના ભાજપ - આપના ઉમેદવારોનું વિજય સરઘસ

શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોએ ફુલડે વધાવ્યા : સર્વત્ર આવકાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૯ : જામનગર ૭૮ વિધાનસભાના વિજેતા ઉમેદવાર રિવાબા જાડેજા નું વિજય સરઘસ નીકળ્યું હતું. આ વિજય સરઘસમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ લોકોનું અભિવાદન જીલતા જોવા મળ્યા હતા. જામનગરમાં બેન્ડવાજા સાથે વાજતે ગાજતે રિવાબા જાડેજાનુ વિજય સરઘસ શહેરના વિવિધ માર્ગો પર ફર્યું હતું.

જામનગર ૭૯ દક્ષિણ વિધાનસભામાં જાયન્ટ કિલર બનેલા ભાજપના ત્રણથી ચૂંટાઈ કોર્પોરેટર તરીકે સેવા આપનાર દિવ્યેશ અકબરી સૌથી વધુ મતોની લીડ સાથે ચૂંટાઈ આવતા તેમના સમર્થકોએ ખભે બેસાડી કાઉન્ટિંગ સેન્ટરથી વિજયનો ઉમંગ દેખાડ્યો હતો અને બાજુમાં શહેરના વિવિધ માર્ગો પરથી દિવ્યેશ અકબરીનું વિજય સરઘસ નીકળ્યું હતું.

૭૬-કાલાવડ વિધાનસભા મત વિસ્તારના સરળ સ્વભાવના ભાજપના ઉમેદવાર અને વિજેતા થયેલ મેઘજીભાઈ ચાવડાએ પોતાનો વિજય કાર્યકર્તાની મહેનત ગણાવી અને પોતે માત્ર નિમિત્ત હતા. પણ ભાજપનો દરેક સાચો કાર્યકર્તા ચુંટણી લડતો હતો તે જીત્યો છે તેવુ મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું અને ૭૬- કાલાવડ વિસ્તારમાં બે દુઃખ ઘટના બની છે. મોરબી તાલુકામાં મોરબી ખાતે પુલ તુટવાની ગોઝારી દુર્ઘટનામાં ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના પરીવારને ન ભુલી શકાય અને ભાજપના મહામંત્રી મનોજભાઈ જાની ભાજપમાં કરેલ સેવા કાયમ યાદ રખાશે. આ જીત દિવંગત મનોજભાઈ જાની સહીત ભાજપના નાનામાં નાના કાર્યકરને અનેઙ્ગ જનતાને અર્પણ તેમ મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું છે.

જામનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના હેમંત ખવાએ જીત મેળવી છે. જામજોધપુર પંથકમાં ભાજપના દિગજ મનાતા પૂર્વ મંત્રી ચીમન સાપરિયા ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા સામે ત્રિપાખીયા જંગમાં આમ આદમી પાર્ટીના હેમંત ખવાએ ૧૦,૪૦૩ મતે જાયન્ટ કિલર થઈ વિજય મેળવ્યો છે.લાલપુરમાં વિજય બાદ આમ આદમી પાર્ટીના વિજેતા બનેલા હેમંત ખવાનું વિજય સરઘસ નીકળ્યું હતું. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:35 pm IST)