Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જુનાગઢમાં સંજયભાઇ કોરડીયાનું ભવ્‍ય વિજય સરઘસ ઠેરઠેર સ્‍વાગત

જુનાગઢ : વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજયભાઇ સુખાભાઇ કોરડીયા ૪૦રપ૬ મતની જંગી લીડથી વિજેતા થતા ભાજપના કાર્યકર્તાઓ શુભેચ્‍છકો દ્વારા ભવ્‍ય સરઘસ કાઢવામાં આવેલ જેમાં ખુલ્લી જીપમાં સંજયભાઇ કોરડીયા તથા શ્રીમતી જયોતિબેન કોરડીયા, શહેર ભાજપના પ્રમુખ પુનીત શર્મા મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, યોગીભાઇ પઢીયાર, સંજય પંડયા, પ્રદિપભાઇ ખીમાણી, હરેશ પરસાણા, પાર્થ કોટેચા, મુકુન્‍દ હીરપરા, સહિતના જોડાયા હતા.  આ વિજય સરઘસ શહેર ભાજપ કાર્યાલયથી  નીકળી કાળવા ચોક એમ. જી. રોડ થઇ ઝાંઝરડા રોડ ચોકડી સુધી સંજયભાઇનું જનતા જનાદર્ન ઠેરઠેર સ્‍વાગત કરી વિજયના વધામણા કરેલ અને ત્‍યાંથી ગ્રામ્‍ય વિસ્‍તારમાં મજેવડી ગોલાધર સહિતના ગામો વિજય      સરઘસ યોજાયુ હતું ઉપરોકત તસ્‍વીરમાં સંજયભાઇના વિજય સરઘસમાં જોડાયેલ કાર્યકર્તા આગેવાનો તેમજ તેમને શુભેચ્‍છા આપતા ગીરીશભાઇ કોટેચા, પાર્થ કોટેચા, અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, સહિતના નજરે પડે છે. (તસ્‍વીર - અહેવાલ વિનુ જોષી, મુકેશ વાઘેલા)

(1:37 pm IST)