Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ધોરાજી : વિદ્યાર્થીનીને ફ્રેન્‍ડશીપ રાખવા દબાણ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીને બે વર્ષની સજા અને દંડ

ધોરાજી તા.૯ : ધોરાજીના એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ  રાહુલ મહેશચંદ્ર શર્મા એ આજરોજ ચુકાદો આપી અને જીતેન્‍દ્ર નથુભાઈ ચૌહાણને ભોગ બનનાર વિદ્યાર્થીનીની પાછળ પાછળ જઈ અને તેમને ફ્રેન્‍ડશીપ કરવા માટે દબાણ કરવા અંગે છેડતી કરવા બાબત ના કેસમાં ચુકાદો આપી અને આરોપીને તકસીરવાન માનેલ છે અને  બે વર્ષ ની સજા ફરમાવેલ છે. તથા રૂપિયા ૧૦,૦૦૦ દંડ ફટકારેલ છે.

બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર ના પિતાએ એવી ફરિયાદ આપેલી કે તેમની દીકરી આદર્શ સ્‍કૂલમાં ભણતી હતી ત્‍યારે આરોપી જીતેન્‍દ્રભાઈ નથુભાઈ ચૌહાણ્‌ દીકરી શાળાએ જતી હોય ત્‍યારે તેની પાછળ પાછળ જઈ અને મિત્રતા કરવા માટે દબાણ કરતો તથા અવારનવાર હેરાન કરતો આ બાબતે કંટાળી જઈ અને ભોગ બનનારે પોતાના માતા-પિતાને વાત કરેલ જેને લઈને ભોગ બનનાર ના પિતાએ પોલીસને ફરિયાદ આપેલી હતી. પોલીસ તરફથી ફરિયાદ નોંધ અને તપાસ કરવામાં આવેલી અને આ તપાસના અંતે કે બી સાંખલા પીએસઆઇ શ્રી એ ચાર્જશીટ કરેલું હતું અને આરોપી વિરુદ્ધ ઇન્‍ડિયન પીનલ કોડ કલમ ૩૫૪ એ તથા પોક્‍સો એકટ મુજબ ફરિયાદ આપેલી હતી. આખી ટ્રાયલ ચાલી જતા ભોગ બનનારની જુબાની તથા જન્‍મ તારીખના આધારો અને એડિશનલ પબ્‍લિક પ્રોસિકયુટર કાર્તિકેય   પારેખની દલીલોને ધ્‍યાનમાં લઇ નામદાર અદાલતે ગુનાની ગંભીરતા નોંધેલી.

સરકારી વકીલની દલીલોને ધ્‍યાનમાં રાખી અને એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ જજ  રાહુલકુમાર મહેશચંદ શર્માએ આરોપી જીતેન્‍દ્ર નથુભાઈ ચૌહાણને બે વર્ષની સજા તથા રૂપિયા દસ હજાર દંડ ફરમાવેલ.

આ સજા થતાં એડિશનલ પબ્‍લિક પ્રોસેબ્‍યુટર કાર્તિકેયમાં પારેખના અત્‍યાર સુધીના સજાના ચુકાદાઓમાં કુલ સો લોકોથી વધારે ને સજા કરાવવાનો એક વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો છે.

(1:57 pm IST)