Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેનો જામીન ઉપર છુટકારો.

નામદાર મોરબી કોર્ટે 15 હજારના જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાનની મુલાકાત અંગે ખોટી માહિતી ટ્વીટ કરવા બદલ મોરબી પોલીસે તૃણમૂલ કોંગ્રેસના પ્રવકતા સાકેત ગોખલેની ધરપકડ કરી મોરબી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે રૂ.15 હજારના જામીન ઉપર મુક્ત કરવા આદેશ કર્યો છે.

તૃણમૂલ કોંગ્રેસના પ્રવકતા સાકેત ગોખલેએ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાનની મોરબી મુલાકાતના ખર્ચ અંગે કરેલી ટ્વીટ બાદ ગઈકાલે મોરબી પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ તેમના વિરુદ્ધ લોકપ્રતિનિધિત્વ એકટ ની 1951 અને 125 મુજબ ગુન્હો નોંધ્યો હતો અને પોલીસે તાત્કાલિક ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી કાનૂની કાર્યવાહી બાદ આજે મોરબી કોર્ટમાં રજૂ કરાયા હતા.
નામદાર મોરબી કોર્ટમાં સાકેત ગોખલેના વકીલે જામીન માટે કરેલી દલીલમાં જણાવ્યું હતું કે જે એકટ મુજબ ફરીયાદ નોધાઈ છે તેમા આરોપીને કઈ લાગતું વળગતું નથી આરોપી અહીં ચૂંટણી લડતા નથી કે તેઓ કોઈના એજન્ટ નથી, ઉપરાંત આરોપી હાર્ટના પેશન્ટ હોય જામીન મુક્ત કરવા માંગ કરી હતી જે બાદ સરકારી વકીલે આરોપી બહારના રાજ્યના હોય જામીન નહિ આપવા દલીલ કરતા બન્ને પક્ષની દલીલ બાદ નામદાર મોરબી કોર્ટે સાકેત ગોખલે ને રૂ.15 હજારના જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો.

(12:52 am IST)