Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક કન્ટેનરે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત.

મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક કન્ટેનરે બાઈકને હડફેટે લેતા ટ્રકનું તોતિંગ વ્હીલ ચાલક યુવાન પર ફરી વળતા ધટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું તો ધટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ ડોડિયા આવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક બાઈક ચાલક યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામીના દર્શ્યો જોવા મળ્યા હતા તો ધટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ દોડી આવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:54 am IST)