Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ધોરાજીમાં તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો

ગુજરાતમાં સૌપ્રથમ વખત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું વર્ચ્યુઅલ વિડિયો કોન્ફરન્સ દ્વારા રક્તતુલા યોજાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો કેમ્પ બાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો રક્તતુલા સમારોહ પણ યોજાયો હતો પરંતુ કોરોના મહામારીને કારણે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલનો અચાનક કાર્યક્રમો રદ થતા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રાજેશભાઈ બાલધાએ મહારક્તદાન કેમ્પ ચાલુ રાખ્યો હતો
  મહા રક્તદાન કેમ્પને ધોરાજી સ્વામીનારાયણ મંદિરના પુરાણી શાસ્ત્રી મોહનપ્રસાદ સ્વામી તેમજ કોઠારી ભક્તિ સ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો આ સમયે  ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુવાભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ પ્રદેશ ભાજપના ડેલિકેટ વી ડી પટેલ જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપિયા જીલ્લા મહામંત્રી obc કિશોરભાઈ રાઠોડ રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતીશભાઈ શિંગાળા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા વિજયભાઈ અંટાળા કૌશિક વાગડિયા વિઠ્ઠલભાઈ હિરપરા મિહિર હિરપરા રાજુભાઈ બાલધા બાલુભાઇ વિંઝુડા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો
રક્તદાન સમારોહમાં હાજર નહીં રહેલાપ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે વીડિયો કોન્ફરન્સ દ્વારા ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ નો આભાર માની તમામ રક્તદાતાનો આભાર માન્યો હતો
ધોરાજીમાં એકસાથે ૩૫૦ થી વધુ લોકોએ મહારક્તદાન કેમ્પ માં જોડાઈ ગરીબ લોકોને વિનામૂલ્યે રક્ત મળી રહે એ ભાવનાથી લોકોએ રક્તદાન કર્યું હતું
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વીડિયો કોન્ફરન્સ દ્વારા 20 મિનિટ પ્રવચન આપી સંસ્થાના સેવા કાર્યને બિરદાવ્યો હતો
યુવા ભાજપના પ્રદેશપ્રમુખ પ્રશાંત કોરાટ પ્રદેશ કારોબારી સદસ્ય વી ડી પટેલ જિલ્લા મંત્રી હસુભાઈ ટોપિયા જીલ્લા મહામંત્રી (ઓબીસી) કિશોરભાઈ રાઠોડ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતીશભાઈ શિંગાળા શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા પરેશભાઈ વાગડિયા ઉપાધ્યક્ષ વિજયભાઈ અંટાળા કૌશિકભાઇ વાગડિયા વિઠ્ઠલભાઈ હિરપરા બાલુભાઇ વિંઝુડા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ચંદુભાઈ ચોવટીયા વિશ્વ હિન્દુ પરિષદ માંથી પ્રફુલભાઈ જાની મનીષભાઈ સોલંકી તેમજ શહેરના વિવિધ સંસ્થા કે સેવાના આગેવાનો વિગેરેનું આયોજક રાજુભાઈ બાલધા એ. વી. બાલધા ગૌરવ બાલધા એ સ્વાગત સાથે અભિવાદન કર્યું હતું

(6:54 pm IST)