Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ખંભાળિયા પોરબંદર રોડ પર જીવતો વીજવાયર પડી જતાં વાહનોની અવરજવર બંધ ----વાહનોની લાંબી લાઇન લાગતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ:તંત્રએ આવી વીજ લાઇન બંધ કરી અને કાર્યવાહી હાથ ધરતા ટ્રાફિક સમસ્યા ધીરે ધીરે ચાલુ:જીવતો વીજવાયર રોડ પર પડી જતા મોટી દુર્ઘટના ટળી

( કૌશલ સવજીયાણી દ્વારા ) જામ ખંભાળીયા  :  ખંભાળિયા પોરબંદર રોડ પર જીવતો વીજવાયર કોઈપણ કારણોસર રોડ પર પડી જતાં વાહનોની અવરજવર થોડીવાર માટે બંધ થઈ જતા વાહનોની લાંબી લાઇન થઇ હતી જેને કારણે અત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જોકે થોડી વાર પછી તંત્રએ આવી જતાં વીજ લાઇન બંધ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરતા ટ્રાફિક સમસ્યા ધીરે ધીરે ચાલુ થઈ હતી પરંતુ જીવતો વીજવાયર રોડ પર પડી જતા તેજમાં મોટી દુર્ઘટના ટળી હતી

 

(8:12 pm IST)