Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબી લાતીપ્લોટમાંથી એક્ટિવા ચોરી જનાર રીઢો વાહનચોર ઝડપાયો.

સીટી એ ડિવિઝન પોલીસે અનેક જિલ્લામાં વાહનચોરીને અંજામ આપનાર રીઢા વાહનચોરને ચોરાઉ એક્ટિવા સાથે ઝડપી લીધો

મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાંથી સાતેક દિવસ પૂર્વે એક્ટિવા ચોરી જનાર વાહનચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ સિટી એ ડિવિઝન પોલીસે કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસીટીવી નેટવર્ક અને નેત્રમ કેમેરા પ્રોજેકટની મદદથી અનેક જિલ્લામાં વાહનચોરીને અંજામ આપનાર રીઢા વાહનચોરને ચોરાઉ એક્ટિવા સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
મોરબી મચ્છુમાતાના મંદીર તરફથી મકરાણીવાસ રામઘાટ તરફ રીઢો ગુનેગાર નંબર પ્લેટ વગરનું કાળા કલરનું એકટીવા મોટર સાયકલ લઇ નિકળનાર હોય તેવી હકીકતમાં આધારે એ ડિવિઝન પોલીસે હકિકત વાળી જગ્યાએ વોચ તપાસમાં હોય દરમ્યાન દરબારગઢ તરફથી એક ઇસમ હકિકત વાળુ મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું લઇ નિકળતા તેને રોકી તેનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ હાજીભાઇ અકબરભાઇ માણેક – મીયાણા ઉવ-ર૬ રહે.વીશીપરા વાડી વિસ્તાર મોરબી વાળો હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમ પાસે એકટીવા મોટર સાચકલના કાગળો માગતા સાથે ન હોય જેથી સદરહું એકટીવાના એન્જીન ચેસીસ નંબર પોકેટકોપ દ્વારા સર્ચ કરતા સદરહું મોટર સાયકલ લાતી પ્લોટ શેરી નં૦૬ પાસેથી ચોરી કરેલાની કબુલાત આપતા મોટર સાયકલ કબ્જે કરી આરોપીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે.
આ આરોપીની તપાસ કરતા તે મોરબી સીટી-એ ડીવી પો.સ્ટે મા ચોરીના ત્રણ ગુન્હા, મોરબી તાલુકા પો.સ્ટે મા ચોરીના ત્રણ ગુન્હા, વાંકાનેર તાલુકા પો.સ્ટેમાં ચોરીના બે ગુન્હા, ગાંધીધા પો.સ્ટેમાં ચોરીનો ગુન્હો,રાજકોટ સીટી બી ડીવી.પો.મા ચોરીનો ગુન્હો, સુરેન્દ્રનગ સીટી પો.સ્ટેમાં ચોરીના ગુન્હામાં પકડાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ કામગીરીમાં જે.એમ.આલ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ હેડ કોન્સ. રામભાઇ મઢ, કિશોરભાઇ મિયાત્રા,સંજયભાઇ બાલાસરા, તથા પોલીસ કોન્સ,ચકુભાઇ કરોતરા, આશિફભાઇ  રાઉમા, શકિતસિંહ પરમાર, તેજાભાઇ ગરચર, હસમુખભાઇ પરમાર, અરજણભાઇ

(5:09 pm IST)