Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સદ્ગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.ની ધ્રોલમાં પધરામણીઃ ત્રણ દિવસ સંઘ જમણ યોજાયુ

કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલે દર્શનનો લાભ લીધોઃ ધર્મોલ્લાસ છવાયો

રાજકોટ, તા.૧૦: ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ.જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા. ધ્રોલ પધારતા તા.૮ના રોજ ભવ્ય સ્વાગત યાત્રા સકલ જૈન સંઘ- ધ્રોલના ઉપક્રમે રાજમાર્ગ પર થઇને નયનાબેન યોગેશભાઇ મહેતાના ગૃહાંગણે સકલ જૈન-સંઘ સહિત પધારેલ. ત્યાં નિશાબેન વિશ્વાસભાઇ મહેતા દ્વારા નવકારશીનું આયોજન કરેલ ત્યારબાદ ૧૧ થી ૧૨ પ્રવચન નવકારશી અને સંઘજમણના તા.૮ના લાભાર્થી શ્રી સ્થા.જૈન સંઘ - ધ્રોલનાં પ્રમુખ એડવોકેટ યોગેશભાઇ વસંતલાલ મહેતા પરિવારનું સ્થા. જૈન સંઘ ધ્રોલનાં પ્રમુખ એડવોકેટ યોગેશભાઇ વસંતલાલ મહેતા પરિવારનું સ્થા.જૈન સંઘ અને મૂર્તિપુજક જૈન સંઘ વતી સતીષભાઇ શેઠ, નિલેશભાઇ માંડલીયા, નવિનભાઇ શાહ, કિશોરભાઇ મહેતા, રજનીભાઇ મહેતા આદિ બંને સંઘના પદાધિકારીગણે સન્માન કરેલ.

બપોરે ૪.૩૦ કલાકે મહેતા પરિવારનાં ગૃહાંગણેથી જૈન દેરાસર ભવ્ય સ્વાગત યાત્રા ધ્રોલના વિવિધ માર્ગો પરથી પસાર થઇ પૂ.સદગુરૂદેવે માર્ગમાં અનેક સ્થાને પગલા કરતા સર્વ ભાવવિભોર બનેલ. ધ્રોલ ગૌશાળા પાંજરાપોળમાં પધારેલ પ્રમુખ રાકેશભાઇ શેઠ આદિએ પાંજરાપોળની ગતિવિધિની માહિતી આપેલ. જૈન દેરાસર પર તા.૮ અને તા.૯ના સાંજે અલ્પાહારનો લાભ સ્થા.જૈન સંઘના પુર્વ પ્રમુખ સા.વિનોદચંદ્ર બાબુલાલ મહેતા હસ્તે જયશ્રીબેન, વિપુલભાઇ, સંજયભાઇ મહેતાએ લીધેલ.

તા.૯ અને તા.૧૦ના સવારે ૭ થી ૮ ધ્યાન સાધના રાખવામાં આવેલ. તા.૯ના સવારે નવકારશીના લાભાર્થી કિશોરભાઇ કાંતિલાલ મહેતા પરિવાર તરફથી અને સંઘજમણ બંને સંઘ દ્વારા મળીને કરવામાં આવેલ. પ્રવચન ૩.૩૦ થી ૫ રાખેલ ત્યારે ધર્મસભામાં કેબીનેટ મિનિસ્ટર કૃષિમંત્રી ગુજરાત રાજય રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિત રહેલ. બંને સંઘોના પ્રમુખશ્રીઓએ અને કમિટિ મેમ્બરોએ સન્માન કરેલ.

તા.૧૦ના સવારે નવકારશી સ્વ.ચંદનબેન મોહનલાલ મહેતા પરિવાર મુકેશ મંડપ સર્વિસ તરફથી અને સંઘજમણના લાભાર્થી સ્વ.રમાબેન ઉમેશભાઇ શેઠ હ.રમેશભાઇ રાણપરિયા પરિવાર સાંજે અલ્પાહાર પણ તે પરિવાર તરફથી રાખવામાં આવેલ. ધ્રોલ સંઘના ઇતિહાસમાં ત્રણ દિવસ સુધી ત્રણેય ટાઇમ સંઘજમણ થયાનું પ્રથમવાર જ બન્યુ હોય તેવુ વડિલો કહેતા હતા. સકલ જૈન સંઘ ધ્રોલમાં ખૂબ ભાવભકિતથી દરેકે લાભ લીધેલ. તેમ શાંતિ હેમ વિહાર ગ્રુપ ધ્રોલ દ્વારા જણાવવામાં આવેલ.

(10:59 am IST)