Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને હિમાલય દર્શન શૃંગાર

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમા આવેલ સૌનું આસ્થાનુ પ્રતીક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર આયોજિત આજરોજ પવિત્ર ધનુમાર્સ ના રોજ તા.૮ મીના શનિવાર ના રોજ દાદા ના દરબારમા જ નિજ મંદિરમા ભવ્યતાથી ભવ્ય હિમાલય દર્શન શણગાર દર્શન  યોજાયેલ હતા જેની મંગળા આરતી પૂજારી સ્વામીશ્રી ધર્મકિશોરદાસજી સ્વામી (ડી, કે, સ્વામીજી) એ કરેલ તેમજ શણગાર આરતી પ પૂજ્ય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી દ્વારા કરવામાં આવેલ હતી આ પ્રસંગે કોઠારી સ્વામી પ. પૂજ્ય શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તથા સર્વે સંતો હાજર રહ્યા હતા સર્વે ભાવિક ભક્તજનોએ દાદાના દર્શનનો મહાઆરતીના દર્શનનો લાભ લીધેલ હતા. મંદિરમા આવતા ભક્તજનોએ માસ્ક પહેરીને જ ફરજીયાત આવવાનું છે બ્ફ્ન્ળ્ બ્ફ્ ONLY ON YOU TUBE : SALANG PUR HANUMANJI ઉંપર દરેક ભાવિક ભક્તજનો ઘર બેઠા દાદા ના દર્શન, આરતી ના દર્શન નો લાભ કાયમ માટે આવે જ છે. આજરોજ સાંજે સંધ્યા આરતી ૬.૧૫ થશે. (૯

 

(11:00 am IST)