Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વાંકાનેર નજીક ‘રામધામ’ માં મહારામયજ્ઞ માટે પૂ.હરીચરણદાસજી મહારાજને આમંત્રણ

સ્વપ્નદ્રષ્ટા જીતુભાઇ સોમાણી ટીમ સાથે ગોરા આશ્રમે ગયાઃ ગામેગામ આમંત્રણ આપવા રઘુવંશી સમાજની ટીમો રૂબરૂ જશેઃ ૧૪ મીએ પતંગ ઉંત્સવ ઉંજવાશે

વાંકાનેર તા. ૧૦ : સમસ્ત રઘુવંશી સમાજના એકતાના પ્રતિક અને આસ્થાનું કેન્દ્રસમા રામધામનું કાર્ય તેજગતીએ આગળ વધી રહ્યું છે. અને ૩પ એકરથી વધુ જમીન સંપાદન સહિતની કાર્યવાહી સાથે આ જમીનને સમથળ બનાવવા જે.સી.બી. - ટ્રેકટરો સાથે સતત ચાલી રહેલી કાર્યવાહીને નિહાળવા વાંકાનેર-રાજકોટ-મોરબી - અમરેલી-સાવરકુંડલા-જુનાગઢ-ભાયાવદર વિગેરે શહેરોમાંથી રઘુવંશી સમાજ સહપરિવાર શની-રવિવારે પધારી રહ્યા છે. અને ખુશી વ્યકત કરી રહ્યા છે.
શ્રી રામધામની પવિત્ર પાવનભૂમિ ઉંપર પ્રથમ મહારામયજ્ઞનું ભવ્ય આયોજન રામધામ કમીટીએ નકકી કર્યુ છે. વિશાળ જગ્યા સંપાદન કાર્ય વેગવંતુ ચાલી રહ્યુ છે. તે જ રીતે ભગવાન શ્રીરામનું ભવ્યાતી ભવ્ય મંદિરનું કાર્ય આગળ ધપે તે પહેલા જીતુભાઇ સોમાણી અને રામધામ કમીટી દ્વારા મહામંડલેશ્વર સદ્્ગુરૂ દેવ શ્રી હરીચરણદાસજી મહારાજ જે તારીખ આપે તે તારીખે શ્રી રામયજ્ઞ યોજાય પૂ. મહારાજશ્રીની તબીયત સારી હોય અને તેઓ પણ આ રામયજ્ઞમાં ઉંપસ્થિત રહે અને સૌને આર્શિવાદ આપે શ્રીરામચંદ્રજી ભગવાનનું ભવ્ય મંદિર પણ ઝડપી બને તેવા પૂ. બાપુના આર્શિવાદ પ્રા થાય તેવી તૈયારી પણ તેજ ગતિએ ચાલી રહી છે.
 તેની તૈયારીના ભાગરૂપે રામધામની ભૂમિ ઉંપર રામયજ્ઞ તથા સદ્્ગુરૂદેવશ્રી હરીચરણદાસજી મહારાજની તબીયતની પુચ્છા અને આર્શિવાદ માટે વાંકાનેર લોહાણા સમાજના સર્વેસર્વા પુર્વ નગરપતી અને સૌરાષ્ટ્રની ભુમી ઉંપર ભવ્ય શ્રી રામચંદ્રજી ભગવાનનું મંદીરના સ્વપ્ન દ્રષ્ટા એવા જીતુભાઇ સોમાણી તેમની સાથે વાંકાનેર સદગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્ટીઓ વિનુભાઇ કટારીયા, મહેશભાઇ રાજવીર, વાંકાનેર  ચેમ્બર્સ ઓફ કોમર્સના પુર્વ પ્રમુખ અને અગ્રણી ઉંદ્યોગપતી ગીરીશભાઇ કાનાબાર, મોરબીના જગદીશભાઇ, જનકભાઇ હીરાણી (કે.કે.હોટલ) હસુભાઇ બગદંડા, રાજકોટ સહીતના સદગુરૂ દેવશ્રી હરીચરણદાસજી મહારાજ પાસે પહોંચ્યા છે. ગુરૂદેવની યાજ્ઞા  મળ્યા મુજબ યજ્ઞ થશે. ગુરૂદેવ જે તારીખ અને વાર આપશે તે મુજબ કાર્યક્રમની રૂપરેખા આ ટીમ રામધામ ભુમી ઉંપરથી જાહેર કરી સમગ્ર રઘુવંશી સમાજને પ્રથમ પ્રિન્ટ અને સોશ્યલ મીડીયા થકી જાણ  કરવામાં આવશે.
ત્યાર બાદ ગામે ગામથી રઘુવંશી સમાજના અગ્રણીઓ મહાજન અગ્રણીઓ સાથે મીટીંગ યોજી શ્રી મહારામ યજ્ઞની તૈયારીને આખરી ઓપ અપાશે તેમ રામધામ કમીટીએ જણાવ્યું છે.
શ્રી રામધામનું સ્વપ્નુ પાંચ વર્ષ પહેલા જોવાયું
વાંકાનેરના રઘુવંશી અગ્રણી અને સમગ્ર ગુજરાત જેને જીતુ સોમાણીના નામથી ઓળખે છે તે વ્યકિતને આજથી પાંચ વર્ષ પહેલા જોયુ હતું અને આના માટે સૌરાષ્ટ્રના રઘુવંશી અગ્રણીઓ સાથે ચર્ચા કરી સદગુરૂ દેવશ્રી હરીચરણદસજી મહારાજ જયારે વાંકાનેર પધાર્યા ત્યારે જીતુભાઇ સોમાણીએ રામધામ અંગે વાત કરી ત્યારે ગુરૂદેવે આર્શિવાદ આપ્યા હતા કામ મોટુ છે તો થોડીવાર લાગશે પણ નિર્ણય તમારો અડંગ છે એટલે ચોકકસ ભગવાન શ્રીરામનું મંદિર બનશે તેવા આર્શિવાદ આપ્યા હતાં.
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર સમુ છે માટે રાજકોટ આસપાસ રામધામ માટે જમીન સંપાદન કરવી તેવી ઇચ્છા જીતુભાઇ સોમાણીએ વ્યકત કરી હતી. અને છેલ્લા ચારેક વર્ષની શોધખોળના અંતે બાઉંન્ડ્રીથી કુવાડવા (રાજકોટ) વચ્ચે જાલીડા ગામની સીમમાં તૈયાર આશ્રમ જેવા મકાન સાથેની વિશાળ જગ્યા ખરીદ કરવામાં રામધામ કમીટીને સફળતા મળી છે આ જગ્યામાં સાફ-સફાઇ અને સમથળની કાર્યવાહી પુરજોશમાં ચાલે છે વાંકાનેરથી જીતુભાઇ સોમાણી મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી સહિતના અગ્રણીઓ યુવાનો ઉંપરાંત રાજકોટના અગ્રણી પ્રતાપભાઇ કોટક અને તેમની ટીમ, કુવાડવાથી ભીખાલાલ પાંઉંની ટીમ દર રવિવારે રામધામની ભૂમિ ઉંપર સવારથી રાત્રી સુધી મુકામ કરે છે અને ગામે ગામથી રામધામની ભૂમિ નિહાળવા પધારતા રઘુવંશી પરિવાર માટે ભોજન પ્રસાદ - ચા - પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.  
રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આ ભવ્ય કાર્યને શબ્દોથી બીરદાવી સાથે રામધામના સ્વપ્ન કૃષ્ણ અને રઘુવંશી સમાજને એક કરવાના જેમના સ્વપ્ના છે તેવા જીતુભાઇ સોમાણીનું સન્માન પણ ગામે - ગામથી પધારતા રઘુવંશી અગ્રણીઓ પરિવારો કરી રહ્યા છે.
તારીખ વાર સમય નકકી થશે ત્યારબાદ આમંત્રણ પત્રીકા પ્રસિધ્ધ થશે જે જીતુભાઇ સોમાણીની આજ્ઞા અનુસાર વાંકાનેર લોહાણા સમાજના વડીલો યુવાનોની ટીમો બનાવી દરેક ગામે શ્રી લોહાણા મહાજન યુવક મંડળો રઘુવંશી સોશ્યલ ગ્રુપ રઘુવંશી મહીલા મંડળને શ્રીરામધામ ખાતે રામયજ્ઞમાં ઉંપસ્થિત રહેવા આમંત્રણ પત્રીકા આપવા રૂબરૂ જશે તેવી જાહેરાત આજે વાંકાનેરના રઘુવંશી અગ્રણી વિનુભાઇ કંટારીયાએ જણાવ્યું હતું.
બાઉંન્ડ્રી રાજકોટ રોડ ઉંપર બાઉંન્ડ્રીથી બે-ત્રણ કી. મી.ના અંતરે આવેલ રામધામની ભૂમિ ઉંપર જવાના રસ્તે રામધામ તરફના એરા મારેલ બોર્ડ અને ધજા લગાવવામાં આવી છે જેથી રામધામ ખાતે આવતા રઘુવંશી પરિવારોને કોઇ તકલીફનો પડે તેવી આ રામધામની જગ્યા  પૈકીની ૧પ એકર જમીન સમથળ થઇ ચૂકી છે. ત્યારે રઘુવંશી સમાજના બાળકોથી લઇ નાના-મોટા સૌ ૧૪ મી જાન્યુઆરીએ સમુહ પતંગ મહોત્સવનો આનંદ આ વિશાળ ખુલ્લી જગ્યા ઉંપર માણી શકે તે માટે રામધામ કમીટીએ સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના રઘુવંશી પરિવારોને પતંગ -દોરા સાથે સહપરિવાર રામધામ ભૂમિ ઉંપર પધારવા અને પતંગ ઉંડાડવાની સમુહ મંજા માંણવા આહવાન કર્યુ છે.

 

(11:17 am IST)