Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ગોંડલમાં ગાંજાના જથ્થા સાથે રણજીત તિવારીને રૂરલ એસઓજીએ ઝડપી લીધો

વતન યુપીમાં રજામાં ગયા બાદ ખર્ચા માટે પરત ફરતી વેળાએ ગાંજાનો જથ્થો લાવ્યો’તો ! ૩ કિલો ૫૦૦ ગ્રામ જથ્થો કબ્જે

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠલ) સાથે રૂરલ એસઓજીનો કાફલો નજરે પડે છે.
રાજકોટ તા. ૧૦ : ગોંડલમાં ગાંજાના જથ્થા સાથે ટ્રેનમાંથી ઉંતરેલ યુપીના શખ્સને રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સ વતન યુપીમા઼ રજામાં ગયા બાદ ખર્ચા માટે પરત ફરતી વેળાએ ગાંજાનો જથ્થો વેચવા માટે લાવ્યાની કેફીયત આપી હતી.  રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જિલ્લામાં નાર્કોટીકસ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને એસઓજી પો.ઇન્સ. એસ.એમ.જાડેજા તથા પો.સબ. ઇન્સ. એચ.એમ.રાણા સ્ટાફ સાથે ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ ચાવડા, જયવિરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત તથા પો.કોન્સ. રણજીતભાઇ ધાધલને સંયુકત રીતે ખાનગી રાહે હકીકત મળેલ કે રણજીત જીયુત તીવારી રહે. હાલ જામવાડી જી.આઇ.ડી.સી. સીગ્મા કેબલ નામના કારખાનાની ઓરડીમાં તા. ગોંડલ જી. રાજકોટવાળો ગોંડલ રેલવે સ્ટેશન પાસે ગે.કા. નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો વેચાણ - હેરફેર કરવાના ઇરાદે ઉંભો હોવાની હકીકત મળેલ હોય જે હકીકત આધારે રેઇડ કરતા આરોપીના કબ્જામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૩ કિલો ૫૦૦ ગ્રામ જેની કિં.રૂા. ૩૫,૦૦૦ સાથે ઝડપી પાડી ગોંડલ સીટી પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના હેડ કોન્સ. હિતેશભાઇ, અમીતભાઇ કનેરીયા, રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગોસ્વામી તથા ડ્રા.પો.કો. દિલીપસિંહ જાડેજા રોકાયા હતા.

 

(11:19 am IST)