Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સાયલા પંથકમાં ૯૭ હજારનો દારૂ કબ્જે બાવળની આડમાં છુપાવેલા હતો

વઢવાણ,તા. ૧૦: સાયલાના ગરાંભડી ગામની સીમ જમીનમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે ધજાળા પોલીસે રેડ કરી હતી. જેમાં બાવળની આડમાં ૨૨૪ વિદેશી દારૂની તેમજ ૭૨ નંગ બીયર ઝડપી લીધા હતા. કુલ રૂ. ૯૭,૨૦૦ના મુદ્દામાલ સાથે ગરાંભડી ગામના યુવાન સામે ગુનો દાખલ કર્યો હતો.સાયલાના ધજાળા પોલીસ કર્મીઓ નડાળાથી લીંબાળા તરફ્ વોરંટની બજવણી કરવા જતા હતા. આ દરમિયાન ગરાંભડી ગામના રામજીભાઇ વિભાભાઇ સરવૈયાએ ગાડા મારગના સીમ જમીનમાં વિદેશી દારૂ ઉંતાર્યો હોવાની બાતમી મળી હતી.
આથી ધજાળાના પોલીસ કર્મી વાલજીભાઇ સતાભાઇ ભુવા, હિતેષભાઇ રામજીભાઇ, ઉંદયભાઇ જોરૂભાઇ અને કુલદીપસિંહ, ખોડાભાઇએ તપાસ કરતા દારૂ હાથ લાગ્યો હતો. જેમાં જુદી જુદી બ્રાંડની રૂ ૮૪,૦૦૦ની કિંમતની ૨૨૪ વિદેશી દારૂની બોટલો તેમજ રૂ. ૭૨૦૦ની કિંમતના ૭૨ નંગ બિયરના મળી કુલ રૂ. ૯૭,૨૦૦નો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ગરાંભડી ગામના ગરાંભડી ગામના રામજીભાઇ સરવૈયા સામે ગુનો દાખલ કરીને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

 

(11:19 am IST)