Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વિસાવદરમાં ખખડધજ જૂનું પોલીસ સ્ટેશન-જેલ પડવાના વાંકે ઉભુ છે,અકસ્માત સર્જાવાનો ભયઃ જર્જરિત બાંધકામ ખુલ્લુ કરી નવી જેલ બનાવવા માંગ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૦: વિસાવદરમાં આવેલ જર્જરિત સબજેલ તથા જૂની પોલીસ સ્ટેશન વાળી જગ્યા ખુલ્લી કરવા ટિમ ગબ્બરે માંગ કરી છે.'અકસ્માત સર્જાય તો જવાબદારી કોની.? તેવો સવાલ ઉઠાવી ટિમગબ્બર ગુજરાતના એડવોકેટ કાંતિ.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ સંબંધકર્તાઓને લેખીત રજુઆતમાં જણાવેલ છે કે, વિસાવદર કોર્ટ કમ્પાઉન્ડ તથા મામલતદારકચેરી,તાલુકા પંચાયતની કચેરી,ટ્રેઝરી ઓફીસ અને અન્ય તાલુકાની કચેરીઓ જે ગ્રાઉન્ડમાં આવેલ છે તે ગ્રાઉન્ડમાં રોજબરોજ હજારો માણસોની અવરજવર રહે છે.

સમગ્ર તાલુકાની પ્રજા આ કચેરીઓમાં કામ સબબ આવે છે ત્યારે આ કચેરીમાં વર્ષો જુનું અને ખખડધજ હાલતનું જૂનું પોલીસ સ્ટેશન પડવાના વાંકે ઉભું છે તેમજ ટ્રેઝરી રૂમને બાદ કરતાં વર્ષો જુની અને જર્જરિત હાલતની સબ જેલ છે.જે આર. એન્ડ બી કચેરીના લેખિત અભિપ્રાય મુજબ તેમાં બેસી શકાય તેમ નથી કે તેનો ઉપયોગ કરી શકાય તેમ નથી તેવો લેખિત અભિપ્રાય આવતા વર્ષો પહેલા વિસાવદરની આ સબ જેલ તે અભિપ્રાયના આધારે બંધ કરી દેવામાં આવેલ છે અને આ જગ્યાએ નવી જેલ બનાવવામાં આવે અથવા આ જેલની જગ્યાનું હાલનુ જર્જરિત બાંધકામ દૂર કરવામાં આવે તે અનિવાર્ય છે.સબ જેલ બંધ થયા બાદ વિસાવદર દ્યણા ચોમાસા તથા વાવાઝોડાના કારણે આ બાંધકામ ખળભળી ગયેલ છે અત્યંત જર્જરિત છે.ગમે ત્યારે અકસ્માત સર્જાવાની અને જાનહાની થવાની શકયતાઓ રહેલી છે તેથી આ જર્જરિત બાંધકામ ટ્રેઝરીનો રૂમ અનામત રાખી દૂર કરવામાં આવે તે જરૂરી છે.

આ બિલ્ડીંગ આર એન્ડ બી તથા પોલીસ આવાસ હસ્તકનું હોય પરંતુ નવું પોલીસ સ્ટેશન બની જતા હાલ આ જગ્યા પણ બિન વપરાશી હોવાની ટીમ ગબ્બરએ તા.૨૮ /૭ / ૨૦૨૧ ના રોજ પણ રજુઆત કરેલ હતી એમ છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા જે તે ડિપાર્ટમેન્ટના આ સંબંધે અભિપ્રાય પણ મેળવી લેવામાં આવેલ છે, છતાપણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને અકસ્માત થાય કે કોઇ જાનહાની થાય તો જવાબદારી કોની..? આ બાબતે કોઈ ઉકેલ આવેલ નથી તેથી ઉપરોકત બાબતે લોકોના જીવ ઉચ્ચક છે.સત્વરે આ મુદ્દે ગંભીરતા લઇ પ્રશ્નનો હલ કરવા માંગ કરવામાં આવી છે. (

(12:46 pm IST)