Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

'કોરોના' સામેના જંગમાં દેવભૂમિ જિલ્લા પ્રશાસનની સંનિષ્ઠ કામગીરી

જિલ્લામાં વિવિધ ૭ સ્થળોએ કુલ ૪.૬૩ મેટ્રીક ટનની ક્ષમતા ધરાવતા પી.એસ.એ.ઓકિસજન પ્લાન્ટ કાર્યરત

દ્વારકા, તા.૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસની પ્રથમ લહેરની શરૂઆતથી તારીખ ૯ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં કુલ ૨.૪૫ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે, તેની સાથે કોવિડ કેસોમાં વધારો થાય તો નાગરીકોને ઝડપથી સદ્યન સારવાર ઉપલબ્ધ બનાવી શકાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પુરતી તૈયારી પણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લામાં કુલ ૨૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૫ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કાર્યરત કુલ ૩૦૦ જેટલી ડોકટર્સ અને પેરામેડીકલની ટીમ જિલ્લાવાસીઓના આરોગ્યની સેવા માટે ખડેપગે કાર્ય કરી રહી છે. જિલ્લામાં કુલ ૫૫૦ આશાવર્કર, ૪૦ મેડીકલ ઓફીસર, ૮૪ નર્સ, ૩૭૦ પેરા મેડીકલ સ્ટાફ, ૩૫ લેબ ટેકનીશ્યન અને ૮૬૦ સ્વયંસેવકોને Cisco WebEXએ  ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કોવિડ – ૧૯ અન્વયે તાલીમ પણ આપવામાં આવેલ છે.

     કોરોનાની ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે ડેડીકેટેડ કોવિડ જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે ૩૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે, જેમાં ૨૫૫ બેડ ઓકસીજન ફેસીલીટી તથા ૪૫ બેડ વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ધરાવે છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન અહીં કુલ ૨,૯૧૨ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જે તમામ દર્દીઓ સાજા થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં અન્ય ત્રણ પ્રાઈવેટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં પણ ૫૯ આઈસોલેશન બેડ, ૫૦ ઓકસીજન ફેસીલીટી બેડ અને ૪ બેડ વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. જિલ્લામાં કુલ ૯ કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરાયા છે, જેમાં કુલ ૩૩૨ આઈસોલેશન બેડ અને ૨૮૦ ઓકસીજન ફેસીલીટી બેડની સુવિધા છે.        ગ્રામ્યકક્ષાએ કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લાના ૨૭૦ જેટલા ગામોમા કુલ ૧,૪૦૧ બેડની વ્યવસ્થા ધરાવતા કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોવિડ પોઝીટીવ - એસિમ્પટોમેટીક આવેલા કુલ ૭૫૪ જેટલા દર્દીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા હતા.

     સંભવિત કોરોનાની ત્રીજી લહેર દરમ્યાન પ્રજાજનોને પ્રાણવાયુની ખુટ ન પડે તે માટે જિલ્લામાં જનરલ હોસ્પિટલ (ખંભાળીયા), દ્વારકા, ખંભાળીયા, ભાણવડ અને રાવલ ખાતે ૧૭૦, ૫૦૦ અને ૧૦૦૦ લીટર પ્રતિ મિનિટ ઓકિસજન ઉત્પાદનની ક્ષમતા ધરાવતા કુલ ૭ પી.એસ.એ. ઓકિસજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જે કુલ મળીને ૪.૬૩ મેટ્રીક ટન ઓકિસજન ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે મેનીફોલ્ડના માધ્યમથી ૧૮ ઓકસીજન સીલીન્ડર ચલાવી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે, તેમજ ૧૦,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતા ઓકસીજન સ્ટોરેજ ટેંક પણ શરૂ કરવામાં આવી છે.

કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ એ એક રક્ષાકવચ સાબિત થયું છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજનબધ્ધ રસીકરણ ઝૂંબેશ અંતર્ગત હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈવ વોરીયર્સ, ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરીકોના રસીકરણ બાદ અને હવે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમે છે.

     દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦૧.૭૩ ટકા હેલ્થ કેર વર્કર્સને રસીનો પ્રથમ ડોઝ જયારે ૯૯.૯૬ ટકાને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ૧૫૯૫૩ ફ્રન્ટ લાઈન વોરીયર્સને ૧૦૦.૬૮ ટકા સિદ્ઘિ સાથે રસીનો પ્રથમ ડોઝ જયારે ૯૮.૯૨ ટકાને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા જિલ્લાના કુલ ૫,૭૭,૩૮૭ નાગરીકોને રસીનો પ્રથમ ડોઝ જયારે ૫,૦૬,૨૨૧ લાખ નાગરીકોને રસીનો બીજો ડોઝ આપીને ૯૭.૫૭ ટકા રસીકરણની કામગીરી કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગના સંકલનમાં રહી જિલ્લા આરોગ્ય વિભાગે ગણતરીના દિવસોમાં જ ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના કુલ ૨૭,૬૧૬ બાળકોના ટીકાકરણની કામગીરી કરી છે, જેમાં ૭૨.૪૭ ટકા રસીકરણ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંકે છે.                                                                                                                                                                                              

પ્રશાસન દ્વારા જિલ્લાવાસીઓને આરોગ્યલક્ષી સેવાઓ જરૂરીયાતના સમયે તાત્કાલિક મળી રહે તે માટે ૨૯ પ્રાઈવેટ એમ્બ્યુલન્સ, ૨૪ સરકારી એમ્બ્યુલન્સ અને ૧૧ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સતત ખડપગે ઉપલબ્ધ બનાવાઈ છે, જેમાં ૩૮ એમ્બ્યુલન્સ ઓકસીજન બોટલની સુવિધાભર છે, જયારે બાકીની ૨૬ અન્ય સેવાઓ માટે સતત કાર્યસત રહેશે. આ ઉપરાંત જનરલ હોસ્પિટલ – ખંભાળીયા ખાતે એક ય્વ્ભ્ઘ્ય્ લેબ પણ કાર્યરત કરાઈ છે, જેમાં દરરોજ અંદાજીત ૭૦૦ થી ૮૦૦ ટેસ્ટ કરવામાં આવે છે, જયારે દ્વારકા ખાતે પણ એક RTPCR લેબની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે જિલ્લામાં Compounded Daily Growth Rate ૬ ટકાથી દ્યટીને ૦.૦૩ ટકા પહોંચ્યો છે.     

લોકોને દ્યર આંગણે જ આરોગ્યલક્ષી સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે ૨૦ જેટલા ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે, જેના થકી જિલ્લામાં અત્યાર સુધીમાં ૩.૩૪ લાખથી વધુ લોકોનું સ્ક્રીનીંગ અને ૪.૦૫ લાખ જેટલા આર્યુવેદિક ઉકાળાના ડોઝ અને ૨.૩૦ લાખ જેટલા લોકોને સમશમનીવટીનું વિતરણ કરવામાં આવ્યું છે. બાળકો, યુવાનો અને વૃધ્ધોમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધે તે માટે ૪.૩૦ લાખ જેટલી આર્સેનિક આલ્બમ – ૩૦ ટેબ્લેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

આ અંગે  વાત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડો.રાજ સુતરીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી દ્વારા જિલ્લામાં ૬,૮૦૦ થી વધુ સગર્ભા, ૧.૩૩ લાખથી વધુ ૧૦ વર્ષથી નાના બાળકો, ૫૮,૯૦૦થી વધારે ૬૫ વર્ષથી ઉપરના નાગરીકો અને ૧૬ હજારથી વધુ કોમોર્બીડ કંડીશન વાળા બાળકોનું દર મહિને બે-બે વખત સર્વે કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઉકાળા અને આયુર્વેદીક દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

આમ, કોરોના ની દહેશત વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ વહિવટી વડા અને કલેકટરશ્રી એમ.એ.પંડ્યા અને  પ્રભારી સચિવશ્રી ડી.જી.પટેલના માર્ગદર્શન હેઠળ સબંધિત વિભાગોએ ખભેખભો મિલાવીને પ્રજાકીય સ્વાસ્થ્યની જાળવણીનો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યો છે. આ કર્મયોગી અધિકારી-કર્મચારીઓએ રાજય સરકારની સંવેદનશીલતાને સાચા અર્થમાં ઉજાગર કરવાની સાથે તેમનામાં રહેલી ઋજુતાના દર્શન કરાવ્યા છે.(૨૩.૧૦)

સંકલન :

સંજયસિંહ ચાવડા

માહિતી કચેરી-દ્વારકા

(12:48 pm IST)