Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જામનગરના શીવમપાર્કમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈ

જામનગર, તા.૧૦: અહીં સીટી સી  ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવિભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, શીવમ પાર્ક, ઓમકાર રેસીડેન્સી ફલેટ નં.પ૦ર જામનગરમાં રહેતા આરોપી પુજાબેન જગદીશભાઈ મંગે એ પોતાના મકાનમાં પ્રતિમાબેન ભાવીકભાઈ બીપીનભાઈ રાવલ, પુષ્પાબેન મોહનભાઈ પ્રેમજીભાઈ કટારમલ, અરૂણાબેન સુભાષભાઈ ભાવગીરી ગોસ્વામી, મધુબેન બીપીનભાઈ નતવરભાઈ રાવલ, કવીતાબેન પ્રઘ્યુમન મદનલાલ શર્મા, મનીશાબેન હમીરભાઈ જીવાભાઈ પીપરોતર, ઈલાબેન ઈશ્વરભાઈ  વઢીલાણી, અલ્પાબેન હિતેનાભાઈ પ્રાગજીભાઈ ગોપીયાણીને નાલ ઉઘરાવી વ્યવસ્થા કરી આપી જુગારનો અખાડો ચલાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૭,ર૦૦/ના મુદામાલ  સાથે ઝડપાઈ ગયેલ છે.

વાલ્કેશ્વરી પાસે દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, વાલકેશ્વરી, સનસાઈન સ્કુલ પાસે, જામનગરમાં આ કામના આરોપી હિતેષ લખમણભાઈ ગાગીયા, દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.૫૦૦/ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

દારૂની ૧૬ બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી એ ફરીયાદ નોંધાવી છે કે, બેડેશ્વર, ખોળમીલનો ઢાળીયો, એસ.વી.ઈ.ટી. કોલેજ પાછળ, રામનગર–૧ જામનગરમાં હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા અજીતસિંહ જાડેજા, દારૂની બોટલ નંગ–૧૬, કિંમત રૂ.૮૦૦૦/– ના મુદામાલ વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

૧૪ બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર–ર, એમ.પી.શાહ ઉધોગનગર આવાસ પાછળ, જયેન્દ્રસિંહ ઉર્ફે ભીખુ ઘેલુભા જાડેજા, દારૂની બોટલ નંગ–૧૪, કિંમત રૂ.૭૦૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા : ચાર ફરાર

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતીલાલ વીસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર, રંગુનવાલા હોસ્પિટલ પાસે ચોક, જામગનરમાં આ કામના આરોપી મહેબુબ અબાભાઈ રૂમી, ફૈઝલ હસનભાઈ લાઈજી, મોહીન મજીતભાઈ ફુલવાલા, હારજીત કરી રોકડા રૂ.પ,૪૦૦/ના મુદામાલ  સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ કાદર ઉર્ફે છુકછુક, સબલો, હાડો, સફીક મેમણ ઉર્ફે જલારામ, ફૈઝલ સમા, રે. જામનગરવાળા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:49 pm IST)