Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સાવરકુંડલામાં વીપીસીટી દ્વારા ઘાયલ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કન્ટ્રોલ રૂમ કાર્યરત

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૧૦: વી.પી.સી.ટી - સાવરકુંડલા આયોજીત ઘાયલ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કંટ્રોલરૂમ ચાલું થઈ ગયેલ છે.

ઉતરાયણ પર્વમાં આપણા શોખને ખાતર પતંગ ચગાવીને આકાશને રંગી નાખીએ છીએ. પરંતુ આ આકાશ જેનું છે તેવા પંખીઓનો આપણને ખ્યાલ પણ નથી હોતો કે આપણો આનંદ અબોલ પંખીનો જીવ લઈ લે છે. આવા નિર્દોષ પંખીનું ઈકો સિસ્ટમના સંરક્ષણના હેતુંથી રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ બને છે.

વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ - સાવરકુંડલા છેલ્લા ૧૬ વર્ષથી ઉતરાયણ પર્વ પર અને આખા વર્ષ દરમિયાન ઘાયલ થયેલા પંખીઓ માટે ઁઘાયલ પક્ષી બચાવો અભિયાનઁ ચલાવે છે.

આ સમય દરમિયાન જો કોઈ ઘાયલ કે ઈજાગ્રસ્ત પક્ષી મળી આવે તો તુરંત અમારા V.P.C.T ના કંટ્રોલરૂમ પર પહોંચતું કરવું અથવા અમારો સંપર્ક કરવો. આવા નિર્દોષ પંખીઓની વિનામુલ્યે સારવાર માટે અમારો કંટ્રોલરૂમ ચાલું કરેલ છે આ અભિયાનને સફળ બનાવવા સંપૂર્ણ લાભાર્થી શ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન (સાવરકુંડલાવાળા) મુંબઈ છે સાવરકુંડલા શહેર તથા તાલુકામાં ઘાયલ પક્ષી બચાવ કાર્ય માટે સતિષભાઈ પાંડે મો. ૯૯૭૯૭૪૧૦૬૧, સોહિલભાઈ શેખ મો. ૭૬૯૮૮૫૦૩૧૩.

(12:49 pm IST)