Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જામનગરમાં બાળકોને લગત એડલ્ટ ગુન્હામાં આરોપી કોર્ટ હવાલે

જામનગર,તા. ૧૦ : સી.આઇ.ડી.ક્રાઇમ ગુજરાત રાજય ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક વિભાગ, રાજકોટનાઓની કચેરી તરફથી બાળકોને લગત એડલ્ટ ગુન્હાઓ અટકાવવા માટે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ઇનપુટ આવતા હોય છે જે ઇનપુટ સોશ્યલ મીડીયા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર, વોટસએપ) માં બાળકોને લગત અશ્લીલ વિડીયો કે ફોટો પ્રસારીત કરનાર તેમજ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરનારના મળતા હોય છે જે અંગે સમગ્ર રાજયમાં ડ્રાઇવ યોજવામાં આવેલ હતી જેમાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સુચનાથી પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધેના માર્ગદર્શન હેઠળ ટીપલાઇન ઇનપુટ બાબતે તપાસ કરવા એક સાયબર ટીમની રચના કરવામાં આવેલ.

જે ટીમમાં પો.સ.ઇ.શ્રી એ.આર.રાવલ, પો.કોન્સ. બિપીનકુમાર દેશાણી, ધર્મેશભાઇ વનાણી તથા લોકરક્ષક રાહુલભાઇ મકવાણા, કલ્પેશભાઇ મૈયડ નાઓએ ડ્રાઇવ દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (૧)ગુન્હા રજીસ્ટર નં.- ૧૧૨૦ર૦૫૮૨૨૦૦૦૧, આઇટીએકટ કલમ-૬૭બી, (૨) ગુન્હા રજીસ્ટર નં.-૧૧૨૦૨૦૫૮૨૨૦૦૦૨, આઇટીએકટ કલમ-૬૭બી, તથા (૩)ગુન્હા રજીસ્ટર નં.- ૧૧૨૦ર૦૫૮૨૨૦૦૦૩, આઇટીએકટ કલમ-૬૭એ તથા ૬૭બી, મુજબ કુલ-ત્રણ ગુન્હા દાખલ કરી આરોપીઓને કોર્ટ હવાલે કરેલ છે. આમ જામનગર સાયબર ટીમે ડ્દાઇવ દરમ્યાન રાજયમાં સૌથી વધુ કેશો દાખલ કરી સરાહનીય કામગીરી કરેલ છે.

આ કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના  ઈન્સપેકટર કે.એલ.ગાધે પો.સ.ઇ. એ.આર.રાવલ પો.કોન્સ. બિપીનકુમાર દેશાણી, ધર્મેશભાઇ વનાણી, રાહુલભાઇ મકવાણા, કલ્પેશભાઇ મૈયડ નાઓએ કરેલ છે તેમજ એએસઆઇ ડી.જે.ભુસા, ચંપાબેન વાઘેલા, પો.હે.કોન્સ. ભગીરથસિંહ જાડેજા, રાજેશભાઇ પરમાર, રંજનાબેન વાદ્ય, વિકીભાઇ ઝાલા, કનુભાઇ હુંબલ, પુજાબેન ધોળકીયા ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા મદદમાં રહેલ છે.

(1:21 pm IST)